- અફઘાનિસ્થાનમાં મૂશળધાર વરસાદ બાદ પૂર આવ્યું
- સેંકડો લોકોનાં ઘર પાણીમાં જમીનદોસ્ત થયા
- ખેડૂતોની જમીન, પાક, ઢોર-ઢાંખર પાણીમાં તણાઈ ગયું
અફઘાનિસ્તામાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરમાં સેંકડો લોકોનાં મોત થઈ ચુક્યા છે. હજારો ઘર પાણીમાં તણાઈ ગયા છે. આ ઉપરાંત ખેતીની જમીનનો ઘણો હિસ્સો ધોવાણ પામ્યો છે. સ્થાનિકો ભારે સંકટથી પસાર થઈ રહ્યા છે. 1500થી વધુ ઘર પાણીમાં ધરબાઈ ગયા છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં, ઢોર તેમજ પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. પૂરને લીધે સ્થાનિકો હજી ભયમાં જીવી રહ્યા છે. તેમને સરકાર અને આંતરરાષ્ટ્રી રાહત સંસ્થાનો પાસથી મદદ માગી છે.
એક સ્થાનિકો જણાવ્યું કે, ભારે વરસાદ અને પૂરમાં 70થી 100 લોકો માર્યા ગયા છે. હજારો લોકો અસરગ્રસ્ત છે. સરકાર અને અન્ય સંગઠનોએ અસરગ્રસ્તો પર ધ્યાન આપવા જણાવ્યું હતું. એક અન્ય સ્થાનિકે કહ્યું કે હું 70થી 80 લોકોને એકસાથે જમીનમાં દાટી દેતા જોયા છે. આ તમામને એક જ સ્થાન પર એક બીજાની પાસે દટાયા હતા. એક ખેડૂતે કહ્યું મારી છ હેકટર જમીન પૂરથી અસરગ્રસ્ત થઈ છે. અમે ખેતરમાં બટાકા, ડુંગળી, ટામેટા અને બીજા પાક ઉગાડીએ છીએ. મોટાભાગના ખેતરો નાશ પામ્યા છે. ઘઉંના પાકનો સોથ વળી ગયો છે. કશું બચવા પામ્યું નથી.


