- ફરવાના સ્થળો પર સેફ્ટીની વિગતો જોઇ શકાશે
- નિયત નમૂનાનું પ્રમાણપત્ર જોઇ શકાય તે રીતે લગાવવું પડશે
- હુકમનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે
રાજકોટમાં ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને તેને લઈને વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરી રહ્યું છે તો ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા એક અનોખી પહેલા કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડીડી જાડેજા, IAS દ્વારા જિલ્લામાં લોકોની સલામતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સોની વિગતો જોઈ શકશે.
જિલ્લા કલેકટરના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સેફ્ટીના લાયસન્સોની વિગતો નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં, નમૂનામાં પ્રમાણપત્રની વિગત, પ્રમાણપત્ર ઈસ્યૂ કરનાર ઓથોરિટી, હુકમ નંબર તથા તારીખ, વેલિડિટી અને રિમાર્ક્સના કોલમ રાખવાના રહેશે. તો સાથે સાથે કહેવામાં આવ્યું છે કે આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.


