- કોઇ ગુમ થવાની ફરિયાદ પેન્ડિંગ ન હોવાનો દાવો
- 27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયો
- 3 વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
રાજય સરકાર દ્રારા રાજકોટ અગ્નિકાંડ કેસમાં દાવો કરવામાં આવ્યો છે,તેમનું કહેવુ છે કે,હવે કોઈ પરિવારની ફરિયાદ નથી કે તેમનો પરિવાર ગુમ છે,તો 27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.બીજી તરફ 3 વ્યકિત ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.અગ્નિકાંડમાં પાંચ દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ છે. હજુ એક મૃતદેહ પરિજનોને સોંપવાનો બાકી છે. આજે અંતિમ મૃતદેહની ઓળખ પૂર્ણ થયે તેને સોંપવામાં આવી શકે છે.
27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ
TRP ગેમઝોન આગ દુર્ઘટનાના 27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ જેમાં FSLમાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતકોના સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. જે પૈકી 1 મૃતકના પરિવારને હજૂ મૃતદેહ સોંપણી કરવાની બાકી છે. પ્રાપ્ત થયેલ મહિતીઓમાં જે નામ જાહેર કરવામાં આવ્યા તે યાદી આ મુજબ છે.
1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34),
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22),
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21),
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30),
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19),
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20),
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36),
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24),
9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22),
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19),
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45),
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40),
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15),
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20-25),
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25),
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28),
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24),
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22),
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28),
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24),
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25),
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30),
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45),
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)
6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાની.


