મોરબીના મચ્છુ-૨ ડેમ નજીક આવેલ નદીમાં ન્હાવા પડેલા સગીરનું પાણીમાં ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે મોરબી ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા સગીરના મૃતદેહની કલાકોની જહેમત બાદ શોધી બહાર કાઢયો હતો.
મોરબી ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે ૨.૦૦ વાગ્યે મોરબી કંટ્રોલરૂમમાં કોલ આવેલો હતો કે મચ્છુ ડેમ ૨ માં મંદિર પાસેના વિસ્તારમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ છે. ત્યારે તાત્કાલિક મોરબી ફાયર દ્વારા રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે લોકલ તરવૈયા સાથે બે કલાકની જહેમત બાદ પાણીમાં ડૂબેલા કિશોરના મૃતદેહને શોધી પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. ત્યારે મૃતકની પ્રાથમિક માહિતીમાં મૃતક દેવરાજભાઈ નરેન્દ્રભાઈ ઉવ. ૧૭ રહે.મકનસર ગામ. મૃતક અને તેનો મિત્ર નદીમાં ન્હાવા આવ્યા હોય ત્યારે બંને મિત્રો નદીમાં ન્હાતી વેળાએ દેવરાજ પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું, હાલ સમગ્ર બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


