રાજુલાના અમુલી ગામે ભાગવું રાખવા બાબતે સપ્તાહ પહેલા મર્ડર થયું હતું. જેમાં ગામના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કરતા ગામના જ શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ મરણ જનાર જેન્તીભાઈ પાંસાભાઇ શીયાળ રહે.દુધેરી તા.મહુવા વાળા ગઇ તા.૨૫/૦૫/૨૦૨૪ના સવારના આશરે નવેક વાગ્યે દુધેરી ગામેથી બાબરીયાધાર તથા અમુલી ગામે વાડી ભાગવુ રાખવા માટે તેનાજ ગામના વિહાભાઇ ભાલીયા સાથે ગયેલ હોય જ્યા તેનાજ ગામના નરેશભાઇ સોલંકી રહે.દુધેરી વાળા ત્યાં અમુલી ગામની સીમમા ભાગવુ રાખતા હોય અને સાંજના આઠેક વાગ્યા પહેલા કોઇપણ સમયે કોઇપણ કારણોસર આરોપીઓ વિહાભાઇ ભાલીયા તથા નરેશભાઇ સોલંકીએ સાથે મળી મરણજનારને માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલ હતું. મૃતકની લાશને અમુલી ગામની સીમ વિસ્તારમા આસરાણા જવાના કાચા રસ્તાના ખાળીયામાં ફેંકી દીધી હતી. આરોપીને ઝડપી લેવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બાતમી આધારે એક આરોપીને અમુલી ગામની સીમમાંથી આરોપી નરેશભાઇ રમેશભાઇ સોલંકી ઝડપી લીધો હતો. જયારે અન્ય બીજા આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


