By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘દિવાની દાઝે કોળીને બટકાં’ : આગકાંડ બાદ અધિકારીઓ ભૂરાયા થયાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

‘દિવાની દાઝે કોળીને બટકાં’ : આગકાંડ બાદ અધિકારીઓ ભૂરાયા થયાં

agragujaratnews
Last updated: 2024/06/01 at 8:03 PM
2 years ago
Share
‘દિવાની દાઝે કોળીને બટકાં’ : આગકાંડ બાદ અધિકારીઓ ભૂરાયા થયાં
SHARE

ચોમેર મોલ, શાળાઓ, હોસ્પિટલો બંધ કરાવવા લાગ્યા : જો આમ કરશે તો પોણું ગુજરાત બંધ થઇ જશે

વેપાર, ધંધાર્થી, શિક્ષણકારો, ડોકટરોમાં ભયંકર રોષ : પહેલા જાગ્યા નહી અને હવે પ્રજાને નિશાન બનાવે છે

રાજકોટના  ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે અધિકારીઓની સ્થિતી કફોડી થઇ છે. તેમાં પણ ભ્રષ્ટ અધિકારીઓને તો મોઢું કયાં છુપાવવું તેની ખબર પડતી નથી. રાજય સરકારે ઉપરથી હવે આવી કોઇપણ ઘટના બનશે તો ગમે તે, આઇએએસ, આઇપીએસના તપેલાં ચડી જશે. જે વિસ્તારમાં ઘટના બની હશે તે તમામ અધિકારીઓને ઘરભેગા કરી દેવાશે તેવી તાકીદ કરતા બેફામ બનેલા અધિકારીઓએ આખુ રાજકોટ બંધ કરાવવા માટે જાણે કે વ્રત લીધુ હોય તેમ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંકુલો, તબીબી સંકુલો, હોસ્પિટલો, મોલ અને કિરાણાના મોટા શોપીંગ સેન્ટર સહિત તમામ જગ્યાએ બંધનો કોરડો વિંજતા અડધું રાજકોટ બંધ થઇ ગયું છે. જો આ રીતે સમગ્ર રાજયમાં ભ્રષ્ટ અધિકારીઓને કારણે એનઓસી ન મળ્યાં હોય અને તેની સજા વેપાર, ધંધા, ઉદ્યોગ, તબીબો, શિક્ષણ સંચાલકોને આપવાની થાય તો પોણું ગુજરાત બંધ થઇ જશે. વેપાર-ધંધાર્થીઓમાં ઉઠેલા રોષનો સરકારે બેવડો સામનો કરવો પડશે અને સમગ્ર રાજયમાં ભયંકર અંધાધૂંધી સર્જાઇ છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અને નવી ટર્મનો પ્રવેશ કાર્ય ઠપ્પ થઇ ગયો છે. હોસ્પિટલો અને મોલ અચાનક બંધ થઇ જતાં દર્દીઓ અને સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. આ સામે સમગ્ર વેપાર ઉદ્યોગ સંગઠન મુખ્યમંત્રીને રજુઆત કરવા જનાર છે અને કોઇ ચોક્કસ સંકલન સમિતિ નીમી જે લોકો એનઓસી કલીયર કરાવવા માંગતા હોય તેમને ચોક્કસ સમયની નોટીસ આપવા માંગણી મુકી છે. આડેધડ એકમો બંધ કરવાથી અરાજકતા અને વેપાર ધંધાને ફટકો પડશે.

Contents
ચોમેર મોલ, શાળાઓ, હોસ્પિટલો બંધ કરાવવા લાગ્યા : જો આમ કરશે તો પોણું ગુજરાત બંધ થઇ જશેવેપાર, ધંધાર્થી, શિક્ષણકારો, ડોકટરોમાં ભયંકર રોષ : પહેલા જાગ્યા નહી અને હવે પ્રજાને નિશાન બનાવે છે

દરમિયાનમાં છેલ્લા દોઢ દિવસમાં જ મનપા તંત્ર દ્વારા ૭૪ એકમોને સીલ મારવામાં આવ્યા છે. તમામના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. શુક્રવારે બે બેંક, ૧૪ સ્કુલ અને પટેલ સમાજનું બિલ્ડીંગ સહિત 3૧ મિલકતો સીલ કરાઇ એટલે દોઢ દિવસમાં ૭૪ મિલકતો સીલ થઇ એટલે લોકોમાં હવે એવી માંગણી થઇ રહી છે કે મનપા દ્વારા બહુ મોડું મોડુ ખુનસ બતાવવામાં આવી રહ્યું છે એ સારી વાત છે પણ કરે કોઇ અને ભરે કોઇ એવું ન થાય એ જોવા માટે લોકો વિનંતી કરી રહ્યા છે. જેથી કરીને ધંધા પણ ચાલુ રહે અને ફાયર એનઓસી પ્રશ્ન હલ થતો રહે.

જયારે કડકાઇના કોરડો વિંઝવાનો હતો અને કડક નિયમોના પાલનનું ધ્યાન રાખવાનું હતું ત્યારે ખોટુ કરવાવાળાનું ધ્યાન રખાયું અને અને હવે અગ્નિકાંડમાં નિર્દોષ માનવીની હત્યાનું રાતો રાત નિયમોના કડક પાલન કરાવવા તંત્ર કામે લાગ્યું છે અને નાની-મોટી ક્ષતિઓ માટે યોગ્ય કરવાના બદલે ફટાફટ સીલ મારવા માટે રીતસરની દોટ મુકવામાં આવી રહી છે. પરંતુ વેપારીઓ, હોસ્પિટલ, સંચાલકો, શાળા સંચાલકો, નાના મોટા ધંધાર્થીઓ ઉપર કડક કામગીરી થઇ રહી છે. ત્યારે લોકોમાં નારાજગી ફેલાઇ છે કેમ કે થોડા સમય આપીને હકારાત્મક વલણ દાખવવાનું વલણ તંત્ર અપનાવે તો કડક નિયમોના પાલન માટે લોકો પણ તંત્રને સહકારી આપી શકે.

છેલ્લા ઘણા વર્ષોથી ગેરરીતિ આચરનારાઓ કે એનઓસી કે લાયસન્સ વિના ધંધા ચાલવા દિધા જ છે. (મફતમાં નહી) પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યુ અને ભ્રષ્ટ તંત્રના  પાપે 33 નિર્દોષ માનવ જીંદગી અગ્નિકાંડમાં હોમાઇ અને વિવિધ તંત્રને કલંકની કાલીમાં લાગી અમુકની ધરપકડ થઇ અને જેલમાં જવાનો વખત આવ્યો ત્યારે કયાંય પોતાનું તપેલું પણ ચડી જશે તો? તેવા ડરથી વેપારીઓ, મોલ માલિકો, હોસ્પિટલ સંચાલકો, શાળા સંચાલકો, નાના મોટા વેપારીઓ ઉપર ઓચિંતા નિયમોનો કોરડો વિંઝવા જોરદાર ઝુંબેશ ચલાવાઇ છે. જે વ્યાજબી જ છે. પરંતુ થોડી હકારાત્મકતા અને લાયસન્સ કે એનઓસીની પ્રક્રિયા પણ ઝડપી કરવી જોઇએ.

ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગેમઝોનમાં અવ્યવસ્થા હતી નિયમોના હળાહળ ઉલાળ્યો હતો. ઇમરજન્સી એકઝીટ નહતું. જવલનશીલ ઇંધણ વચ્ચે ચાલુ ગેમઝોનમાં ભયજનક વેલ્ડીંગ કરાયું હતું. ત્યારે આગ લાગી અને તંત્રની ભ્રષ્ટતાના પાપે અગ્નિશામક વ્યવસ્થા ન હતી એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને નિર્દોષો જીવતા ભુંજાયા પરંતુ જયાં એકલ-દોકલ ચકરડી બાળા ટ્રેન કે હીંચકા રાખીને જનરેટરના પાવરથી મનોરંજનના સાધનો ચલાવી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે તેવા લોકોના ધંધા બંધ કરાવવા એ કોઇ બહાદુરી કે કડક કામગીરી પ્રદર્શન નથી.

આ ઉપરાંત અગ્નિકાંડ જેવી વિકરાળ ઘટનાનું તંત્રનું પાપ છુપાવવા ઓચિંતા પ્રમાણિકતા અને સારી કામગીરીનો ખોટો દેખાડો કરવા ઓચિંતી હોસ્પિટલો, મોલ, શાળા, નાના રમત-ગમતના સાધનો બંધ કરાવવા કરતા તંત્ર એકમો દ્વારા ઘણા સમયથી એનઓસી કે લાયસન્સ માટે કરેલ અરજીઓના ફટાફટ નિકાલ કરે અને જયા ઘણા લોકો સારવાર લઇ રહ્યા છે તેવી હોસ્પિટલો કે લોકો ખરીદી કરી રહ્યા છે તેવા મોલ સંચાલકોની અરજીનો નિકાલ કરી મંજુરીની કામગીરી કરે અને ત્યાં સુધી સાવચેતીની જરૂરી સુચના કે પગલા લેવડાવી સમય આપે તે વહેવારીક રસ્તો કહેવાય જડતા ન હોય ત્યફાં માનવતા જડતી નથી.

ટુંકમાં કહીએ તો બધાને એક જ લાકડીથી હાંકડાના બદલે તંત્ર થોડી ઝડપી વ્યવસ્થા ગોઠવી સહકારભર્યુ વલણ દાખવે તો વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શાળા-મોલ સંચાલકો પણ નિયમોના પાલન માટે તૈયાર છે. પરંતુ ઓચિંતી કામગીરીના ભાગરૂપે સીલ મારી એકમો બંધ કરાવવા એ વ્યવહારીક રસ્તો નથી. જો એકમો અત્યંત ખતરારૂપ હોય કે સીલ કરવુ પણ વ્યાજબી છે. પરંતુ શકય હોય ત્યાં થોડો સમય આપી યોગ્ય વ્યવસ્થા થાય તે અત્યંત જરૂરી છે તેવી લોકો-વેપારીઓની લાગણી છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ
રાજકોટ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Editor By Editor 2 days ago
RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ
 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
પી.એમ. શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ‘બાળસંસદ’ની ચૂંટણી યોજાઈ: ૯૮% જંગી મતદાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?