- ચૂંટણીના પરિણામને લઇ ભાજપની તડામાર તૈયારી
- હીટવેવ અને વાવાઝોડાને લઇ PM મોદીએ યોજી બેઠક
- 3 જૂનના રોજ નડ્ડાના નિવાસ સ્થાને બેઠક યોજાશે
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન 19 એપ્રિલથી શરૂ થયું હતું અને 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે જેમાં છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે સમાપ્ત થયું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે જેમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ફરી જીતી શકે છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની શકે છે.
મતદાન પૂર્ણ થતાની સાથે જ વડાપ્રધાન મોદી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયા છે. એક્ઝિટ પોલના અંદાજને પગલે રવિવારે પીએમના નિવાસસ્થાને ભાજપની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બીએલ સંતોષ પણ હાજર હતા.
આ બેઠક બાદ સોમવારે એટલે કે 3 જૂને સવારે 11.30 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ હાજરી આપશે. 4 જૂનની બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે.
PM મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી
સમગ્ર દેશમાં હીટવેવને કારણે દેશની મોટી વસ્તી પ્રભાવિત થઈ છે. હીટવેવને કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. માત્ર મેદાની વિસ્તારોમાં જ નહી પરંતુ પહાડી વિસ્તારોમાં પણ આકરી ગરમી જોવા મળી રહી છે. બીજી તરફ પાણીની સમસ્યાથી લોકો પણ પરેશાન છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ રજાના દિવસે એટલે કે રવિવારના દિવસે હીટવેવની સ્થિતિ અને ચોમાસાની શરૂઆતની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે આ અંગે ઘણી માર્ગદર્શિકા આપી હતી.
વડાપ્રધાને તેમના ત્રીજા કાર્યકાળ વિશે પહેલેથી જ કહ્યું હતું કે તેમણે 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે અને એક્ઝિટ પોલના પરિણામોથી પીએમ મોદી પણ આજથી જ પોતાના નક્કી કરેલા એજન્ડાને પૂર્ણ કરવા માટે કામ શરૂ કરી રહ્યા છે શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એજન્ડાને લાગુ કરવા માટે ઓછામાં ઓછા 10 જૂથોની રચના કરવામાં આવી છે, જેમાંથી દરેકનું નેતૃત્વ સચિવ સ્તરના અધિકારી સંયોજક તરીકે કરશે.


