- લોકસભાની ચૂંટણીના મંગળવારે સવારથી પરિણામ આવવા શરૂ થશે
- ફરીથી નરેન્દ્ર મોદી પીએમ બનશે તો ચીન-ભારતના સંબંધો સુધરથે તેવો ચીનનો દાવો
- પીએમ મોદી જીતવાથી વિદેશ નીતિ અને જીડીપી યથાવત્ રહેશે તેવું ચીનનું મંતવ્ય
દેશ અને દુનિયામાં ભારતીય લોકસભાની ચૂંટણીની આજકાલ ચર્ચા છે. ભારતીય મીડિયા સહિત વિશ્વભરના મીડિયામાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને વિશ્લેષણ અને એક્ઝિટ પોલ જાહેર થઈ રહ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ‘મોદી સરકાર વધુ એક વખત’ની આગાહી કરવામાં આવી છે. જો કે લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામ 4 જૂને આવશે અને ત્યાર બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન, ચીન પણ લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે અને તેને પોતાના માટે સકારાત્મક સંકેત માની રહ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના “મૌન” એટલે કે ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તો ભારત-ચીન મિત્રતાની સંભાવના વ્યક્ત કરી છે. ગ્લોબલ ટાઈમ્સ ચીનની જિનપિંગ સરકારનું સત્તાવાર અખબાર છે અને તેના મંતવ્યો ચીનના મંતવ્યો માનવામાં આવે છે, તેથી નિષ્ણાતોને ટાંકીને, ગ્લોબલ ટાઈમ્સનો આ લેખ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.
નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે તો આ અંગે ચીને આપ્યું નિવેદન
ચીનના એક અખબારે ચૂંટણી પરિણામોને લઈ પોતાના લેખમાં લખ્યું કે પીએમ મોદી સત્તામાં ફરી આવતા ભારત અને ચીનના સંબંધો ફરીથી સુધરશે. ચીની નિષ્ણાતો અનુસાર નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનતા ભારતની વિદેશ નીતિ અને કૂટનીતિ વધુ મજબૂત થશે. એક્ઝિટ પોલને લઈ વિશ્લેષકોનું માનવું છે કે પીએમ મોદીની જીતથી ભારતનો જીડીપી અને વિદેશ નીતિ યથાવત્ રહેશે. પીએમ મોદી ભારતને આર્થિક વૃદ્ધિને વધારવ તેના પ્રયાસો યથાવત્ રાખવાની આશા છે.
ચીનના મીડિયાનો દાવો
ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈ ચીની નિષ્ણાતોને જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન મોદી બની જશે તો ચીન અને ભારત વચ્ચે ફરીથી ઘર્ષણ વધવાની શક્યતા નથી. આ ઉપરાંત ચીનની એક સંશોધન સંસ્થાના અધિકારીએ ચીનના એક અખબારને જણાવ્યું કે નરેન્દ્ર મોદી ભારત માટે ઘરેલું અને વિદેશ નીતિના હેતુઓને આગળ વધારતા રહેશે. જેમાં તેમનું મુખ્ય ધ્યાન કેટલાક વર્ષોની અંદર અમેરિકા અને ચીન બાદ ભારતને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પર રહેશે. ભારતને એક અગ્રણી શક્તિ બનાવવા વડાપ્રધાનના દ્વષ્ટિકોણ પર તેઓનું માનવું છે કે નરેન્દ્ર મોદી કૂટનીતિક માધ્યમથી ભારતને વૈશ્વિક પ્રભાવથી સતત વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગલવાન ઝપાઝપી પછી બંને દેશ વચ્ચે ઘર્ષણ ઘણો વધી ગયો છે. ચીનની એક સરકારી સંસ્થાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ચીન-જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા અમેરિકી સહયોગી સહિત ઘણા દેશો વચ્ચે હવે સંબંધ સારા નથી. આને લઈ ભારત આ સવાલ ઉઠાવી શકે છે કે ચીન-ભારત સંબંધોમાં હવે ક્યાં સુધી સુધાર અથવા સરળતા કેમ નથી દર્શાવી શકતા.


