- પોલીસ, RMCના કર્મીઓ-અધિકારીઓના નિવેદન લેવાયા
- PGVCLના કર્મી-અધિકારીઓના લેવાયા નિવેદન
- વિભાગોના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓના નિવેદન નોંધ્યા
રાજકોટના TRP ગેમ ઝોન ખાતે ગત 25 મેના શનિવારના રોજ સર્જાયેલ અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે અને ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે પણ SITની રચના કરી ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસમાં હવે એક પછી એક ઉચ્ચ અધિકારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડમાં SIT દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વધુ 7 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં, જાણવા મળી રહ્યું છે કે રાજકોટ પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, PGVCL સહિત વિભાગોના કર્મચારીઓ અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. તો, આ કેસમાં SIT દ્વારા હાલ ફરજ બજાવી રહેલા કર્મચારીઓની સાથે સાથે અગાઉ ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓના પણ નિવેદન લીધા છે.


