- મેક્સિકોમાં 200 વર્ષના ઈતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે મહિલા વિજેતા
- પૂર્વ મેયર અને પર્યાવરણ વૈજ્ઞાનિક કલાઉડિયા શિનબામને 60 ટકા મત મળ્યા
- રાષ્ટ્રપતિ તરીકે કલાઉડિયાએ જનમેદનીને સંબોધન કર્યું
પર્યાવરણ વૈજ્ઞાનિક અને મેક્સિકો સિટીની પૂર્વ મેયર ક્લાઉડિયા શિનબામે રવિવારે મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં ભારે બહુમતીથી ચૂંટણી જીતી ગઈ છે. જે જાતિ આધારિત હિંસા અને મહિલાઓ પ્રત્યે ઘૃણાથી ભરેલા દેશમાં એક ઐતિહાસિક માઈલ સ્ટોન છે. આશરે 40 ટકા મતની ગણતરીની સાથે મેક્સિકોની ચૂંટણી એજન્સીઓનું અનુમાન છે કે શિનબામ 58 ટકાથી 60 ટકા વધુ મતની સાથે ચૂંટણીની રેસમાં છે. તેમના નજીકના હરિફ જોચિટલ ગાલ્વેઝને 26થી 28 ટકા મત મળવાનું અનુમાન છે. જ્યારે બીજા વિપક્ષના ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મેનેજને નવ ટકાથી 10 ટકા મત મળ્યા છે.
ટેકેદારોને આપેલા પોતાના વિજય ભાષણમાં શિનબામે જણાવ્યું કે બંને હરિફોએ હાર સ્વીકારી લીધી છે. અને તેમની જીત પર શુભકામના પાઠવવા ફોન કર્યા છે. તેમને ભારે જનમેદનીને કહ્યું કે હું મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીશ. ક્લાઉડિયા શિનબામ દેશના 200 વર્ષના ઈતિાસમાં આ પદ પર આસન થનારી પ્રથમ મહિલા હશે. જળવાયુ વૈજ્ઞાનિક અને મેક્સિકો સિટીની પૂર્વ મેયર શિનબામે રવિવારે રાત્રીએ જણાવ્યું કે બંને હરિફોએ તેમની જીત સ્વીકારી લીધી છે.
શિનબામે જણાવ્યું કે હું એકલી આ નહોતી કરી શકી. અમે સૌએ સાથે મળીને કરી બતાવ્યું છે. આમાં અમારી માતૃભૂમિની વીરાંગનાઓ, માતાઓ અને દીકરીઓનો ભરપૂર સાથ રહ્યો હતો. અણે જોયું કે મેક્સિકો એક લોકતાંત્રિક દેશ છે, જ્યાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે, આંકડાઓ પ્રમાણે શિનબામને 58.3 ટકાથી 60.7 ટકા વોટ મળ્યા છે. વિપક્ષના ઉમેદવાર જોચિટલ ગાલ્વેઝને 26.6થી 28.6 ટકા જ્યારે જોર્જ અલ્વારેજ મેનેજને 9.9 ટકાથી 10.8 ટકા વોટ મળ્યા છે.


