- પેપરના વેસ્ટમાં અગમ્ય કારણોસર લાગી આગ
- મોરબી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચ્યા
- આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઇ
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલ ભીષણ આગની દુર્ઘટનાના ઘા હજુ રુઝાયા નથી ત્યારે મોરબી જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં ફાયરસેફટીને લઈને ફરી સવાલો ઊભા કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, મોરબીના માળીયા હાઇવે ઉપર ખોખરાધામ મંદિર નજીક આવેલ પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે મોરબીના એલીક્સ પેપર મિલમાં આગ લાગી છે. એલીક્સ પેપર મિલના ગ્રાઉન્ડમાં રહેલ પેપર વેસ્ટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.

આગ લાગવાની જાણ થતાંની સાથે જ મોરબી ફાયર બ્રિગેડના બે બ્રાઉઝર ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી દીધી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલો નથી. જોકે, આગ કયા કારણે લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.


