રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મોબાઈલ શાખા માટે નવી અદ્યતન વાનનું લોકાર્પણ
શહેરના વિવિધ વિસ્તારનાં લોકો મોબાઈલ શાખાની સુવિધાનો અનેરો લાભ મેળવી રહ્યા
છે : દિનેશભાઈ પાઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મોબાઇલ શાખા માટે નવી અદ્યતન મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવેલ. આ અવસરે બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે નવી મોબાઈલ વાનને શાસ્ત્રોક્ત વિધીથી પૂજા અર્ચન કરી વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, ‘બેંકની મોબાઈલ શાખા ઈ.સ. ૧૯૭૪માં શરૂ થયેલી છે. છેવાડાના માનવી સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવી અને તે પણ તેમના ઘર આંગણે, આવી નેમ સાથે આ મોબાઇલ શાખા શરૂ થયેલ અને આજે પાંચ દાયકાથી વધુ સમયથી મોબાઇલ શાખા શહેરના વિવિધ વિસ્તારમાં નિયત સમય પત્રક મુજબ જાય છે અને અદ્યતન બેંકિંગ સુવિધા પુરી પાડે છે. આ મોબાઈલ શાખામાં બેંકિંગ સેવાઓ પૈકી બચત ખાતા ખોલવા, રોકડ જમા-ઉપાડ, એફ.ડી. બનાવવી, એફ.ડી. ઉપર લોન-ઓ.ડી., ટ્રાન્સફર, એન.ઈ.એફ.ટી.-આર.ટી.જી.એસ. જેવી વિવિધ સુવિધા સરળતાથી મળી રહે છે.’
મોબાઈલ શાખા લોકાર્પણ કાર્યક્રમમાં બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી સીએ. ચંદ્રેશભાઈ ધોળકીયા, અશોકભાઈ ગાંધી, માધવભાઈ દવે, મંગેશજી જોશી, દેવાંગભાઈ માંકડ, હસમુખભાઈ ચંદારાણા, ડો. એન. જે. મેઘાણી, સીએ. ભૌમિકભાઈ શાહ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, વિક્રમસિંહ પરમાર, સીએ. દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઇ હિંડોચા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, લલિતભાઈ વોરા, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), વિપુલભાઇ દવે (પ્રમુખ-જાગૃત કર્મચારી મંડળ), ઉમેદભાઈ જાની, મનસુખભાઈ ગજેરા (સ્ટાફ રિલેશન અધીકારી), પ્રશાંતભાઈ ભટ્ટ (સી.એમ.-કોમ્પ્લાયન્સ), અશોકભાઈ શાહ (ડી.સી.એમ.-બેંકિંગ), હિતેશભાઈ રાચ્છ (ડી.સી.એમ.-સેક્રેટરી), મોબાઈલ શાખાના કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


