- વડાપ્રધાન મોદીને યુક્રેનની મુલાકાત લેવા ઝેલેન્સકીએ આપ્યું આમંત્રણ
- યુક્રેન યુદ્ધ રોકવા માટે ઝેલેન્સકીને ભારત પાસેથી મદદની આશાઓ
- ઝેલેન્સ્કી ઈચ્છે છે કે યુક્રેન શાંતિ વાટાઘાટોમાં ભારતની મદદ જરૂરી
યુક્રેન યુદ્ધ રોકવા માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હજુ પણ ભારત પાસેથી ઘણી આશાઓ છે. આ માટે ઝેલેન્સકીએ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન શાંતિ વાટાઘાટોમાં સામેલ થવાની અપીલ કરી. યુક્રેન આવવા માટે પણ આમંત્રણ આપ્યું.
યુક્રેન યુદ્ધ પછી પણ કોઈપણ દેશ પાસેથી શાંતિની આશા રાખે છે તો તેમાં ભારતનું નામ સૌથી ઉપર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી ઈચ્છે છે કે યુક્રેન શાંતિ વાટાઘાટોમાં ભારત મોટી ભૂમિકા ભજવશે. ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધના પગલે સ્વિટ્ઝર્લેન્ડમાં આગામી શાંતિ કરાર અંગે ચર્ચા કરી હતી. ઝેલેન્સકીએ આશા વ્યક્ત કરી હતી કે કરારમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે.
ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીને યોગ્ય સમયે યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિએ ‘X’ પર કહ્યું, “મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને તેમને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા. હું તેમને શક્ય તેટલી વહેલી તકે સરકારની રચના કરવા અને ભારતીય લોકોના લાભ માટે સકારાત્મક કાર્ય ચાલુ રાખવા માટે શુભેચ્છા પાઠવું છું.” તેમણે કહ્યું, ”અમે આગામી વૈશ્વિક શાંતિ સમજૂતી અંગે ચર્ચા કરી. અમે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકામાં વિશ્વાસ કરીએ છીએ. હું વડાપ્રધાન મોદીને યોગ્ય સમયે યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપું છું.
ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન બોલાવ્યા હતા
ઝેલેન્સકીએ બુધવારે વડા પ્રધાન મોદીને યુક્રેનમાં આમંત્રણ આપવાની સાથે, સંસદીય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના ગઠબંધનની સતત ત્રીજી જીત બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ શાંતિ સમજૂતીમાં ભારતની ભાગીદારી માટે આતુર છે. આગામી અઠવાડિયે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાશે. ઝેલેન્સકીએ પુનરોચ્ચાર કર્યો કે વિશ્વમાં દરેક વ્યક્તિ વૈશ્વિક બાબતોમાં ભારતની ભૂમિકાને જાણે છે અને ઓળખે છે. “તે મહત્વપૂર્ણ છે કે આપણે બધા બધા દેશો માટે ન્યાયી શાંતિ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીએ,” તેમણે કહ્યું. આ સંદર્ભે અમે ભારતને પણ શાંતિ સમજૂતીમાં જોડાવા માટે ઉત્સુક છીએ.


