- નદીમાં ડૂબી રહેલા એક વિદ્યાર્થીને બચાવવા જતા ચાર ડૂબી ગયા
- રશિયાના સેંટ પિટસબર્ગ પાસે ચાર મેડિકલ ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત
- સ્થાનિકોએ એક યુવકને નદીમાંથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી
રશિયાના સેંટ પિટસબર્ગ પાસે આવેલી વોલખોવ નદીમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત થયા છે. અહીં આવેલા ભારતીય મિશન તેઓના મૃતદેહ જલ્દીથી જલ્દી પરિવારજનોને સુધી પહોંચાડવા રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. ચાર વિદ્યાર્થીઓની સાથે બે યુવતી પણ સામેલ છે. મૃતક ચારેય વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોદ શહેરમાં આવેલી નોવગોરોદ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. આમાં 18થી 20 વર્ષના બે યુવકો અને બે યુવતી પણ હતી.
આ રીતે સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, એક ભારતીય વિદ્યાર્થિની વોલખોવ નદી કિનારાથી થોડે દૂર ચાલી ગઈ હતી અને પાણીમાં ડૂબવા લાગી હતી જેથી તેના ચાર સાથી મિત્રો તેને બચાવવાનો પ્રયાસ કર્યો જો કે તેને બચાવવાના પ્રયાસમાં ત્રણ બીજા વિદ્યાર્થીઓ નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે એક યુવકને સ્થાનિક લોકોએ હેમખેમ નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલ ખસેડયો હતો. આ દુર્ઘટનાને લઈ મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીની સારવાર ચાલુ છે
રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપતા જણાવ્યું કે, અમે મૃતદેહને જલ્દીથી જલ્દી પરિવારજનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે તેની યોગ્ય સારવાર ચાલી રહી છે.
તમામ પ્રકારની મદદ આપવામાં આવશે
રશિયાના સેંટ પિટસબર્ગમાં ભારતીય દૂતાવાસે જાણકારી આપતા કહ્યું કે વિદ્યાર્થીઓ વેલિકી કી નોવગોરેગ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે શોકાતૂર પરિવારો પ્રત્યે અમારી સંવેદનાઓ છે. તેમને જણાવ્યું કે પરિવારજનો સુધી મૃતદેહ જલ્દી પહોંચાડવા સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક રાખવામાં આવ્યો છે. દૂતાવાસે વધુમાં જણાવ્યું કે શોકાતૂર પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. અને તેમને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે.


