- સંયુક્ત રાષ્ટ્ર સંઘ હમાસ અને ઈઝરાયલને બાળકોની હત્યા બદલ બ્લેકલિસ્ટ કરશે
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા આઠ માસથી યુદ્ધ યથાવત્
- યુનોએ ઈઝરાયલમાં બાળકોની હત્યા બદલ હમાસ સામે પણ આકરાં પગલાં લીધાં
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આઠ મહિના થવા આવ્યા છે ત્યારે આની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે ઈઝરાયલ અને હમાસને બ્લેકલિસ્ટમાં નાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઈઝરાયલમાં સૌથી વધુ હોબાળો મચી ગયો છે. યુનોએ ગાઝામાં બાળકો સાથે આચરેલા અપરાધ પર ઈઝરાયલ અને હમાસ વિરુદ્ધ આ પગલું લેવાનો નિર્ણય લેવાયો છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સુરક્ષા પરિષદને સોંપવામાં આવતો આવતા વર્ષના રિપોર્ટમાં ઈઝરાયલ અને હમાસને સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોનાં અધિકારો અને સુરક્ષાનું ઉલ્લંઘન કરવાની યાદીમાં સામેલ કરશે. તેમને આ અંગેની જાણકારી આપી છે.
ગાઝા પટ્ટીમાં ભયંકર દ્રશ્ય
ગત વર્ષની રિપોર્ટની પ્રસ્તાવના પ્રમાણે બાળકોની હત્યા કરવા અને તેને અપંગ બનાવવા, યુનિવર્સિટી, હોસ્પિટલ પર હુમલામાં સામેલ થવાનો પક્ષકારોને યાદીમાં સામેલ કરાશે. યુનોના પ્રવક્તાએ જણાવ્યું કે યુનોમાં ઈઝરાયલના રાજદૂતને ફોન કરી જણાવ્યું કે આગામી અઠવાડિયે જ્યારે પરિષદને રિપોર્ટ મોકલાશે તો ઈઝરાયલને યાદીમાં સામેલ કરાશે.
ઈઝરાયલની સાથે હમાસ પર પણ ચાબૂક વીંઝાઈ
યુનોએ બાળકો સાથે ગુનાખોરી આચરનાર ઈઝરાયની સાથે હમાસને પણ આડે હાથ લીધું હતું. હમાસે પણ ઘણા બાળકોની નિર્મમ હત્યા કરી હતી. જ્યારે ગાઝામાં એર સ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન બાળકો માર્યાં ગયાં છે. ઈઝરાય આની માટે જવાબદાર છે. જેથી ઈઝરાયલની સાથે હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જિહાદને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યું છે. યુએનના આ નિર્ણય વિરુદ્ધ ઈઝરાયલે નારાજગી દર્શાવતા એક વીડિયો મીડિયાને મોકલ્યો છે. જેમાં એડર્ન કથિત રીતે રેટ્રે સાથે વાત કરતા અને ઠપકો આપતા દેખાઈ રહ્યા છે.


