- હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધને આઠ મહિના પૂર્ણ થયા
- ઈઝરાયલે આચરેલા નરસંહામાં 210 પેલેસ્ટિનિયનનાં મોત
- ઈઝરાયલે ઑપરેશન હાથ ધરી શનિવારે તેના ચાર બંધકોને છોડાવી દીધા
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. ત્યારે ઈઝરાયલે શનિવારે હમાસના કબ્જામાંથી તેના ચાર નિર્દોષ નાગરિકોને છોડાવી લીધા છે.જેને પેલેસ્ટાઈન કટ્ટરપંથી સંગઠન હમાસે ગત સાત ઑક્ટોબરે હુમલા બાદ અપહરણ કરી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે તેને નુસીરાતમાં એક જટિલ અભિયાનમાં ચાર બંધકોને ભારે જહેમતથી છોડાવ્યા હતા. બંધકોને નુસરાતના મધ્યમાં આવેલા બે જુદા-જુદા સ્થળોથી મુક્ત કરાવ્યા છે.
આ દરમ્યાન ગાઝાના સરકારી કાર્યાલયે જણાવ્યું કે નુસરાત રૅફ્યૂઝી કેમ્પમાં ઈઝરાયલે આચરેલા નરસંહારમાં 210 પેલેસ્ટિયનનાં મોત થયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. ગાઝામાં મોટી સંખ્યામાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત લોકોને અલ-અક્સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે.
ગાઝાનું સત્તાવાર નિવેદન
મળતી માહિતી અનુસાર, ગાઝાએ આપેલા સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે 12થી વધુ ઈજાગ્રસ્ત લોકો જમીન પર પડેલા છે અને મેડિકલ ટીમ પ્રાથમિક સારવાર આપી તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે દવા અને ભોજનની અછત તેમજ ઈંધણની તંગીને લીધે હોસ્પિટલના મુખ્ય જનરેટરે કામ કરવાનું કામ બંધ કરી દીધું છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર, મધ્ય ગાઝામાં ભારે લડાઈ થઈ છે જ્યાં બંધકોને બચાવામાં આવ્યા છે. શનિવારે થયેલા ઘણા હુમલામાં બાળકો સહિત આશરે 210 લોકો માર્યા ગયા હતા. મધ્યા ગાઝામાં આવેલી એક હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે ગાઝામાં એ સ્થળ પર ભીષણ લડાઈ ચાલુ છે જ્યાથી ઈઝરાયલ સૈન્યએ શનિવારે સવારે ચાર બંધકોને મુક્ત કરાવ્યા હતા.
તેમને જણાવ્યું કે ડેર અલ બલાહમાં આવેલી અલ-અક્શા હોસ્પિટલમાં આશરે 200 પેલેસ્ટાઈનના મૃતદેહ અને 400થી વધુ ઈજાગ્રસ્ત લવાયા હતા. ઈઝરાયલનું નિવેદન છે કે 130થી વધુ બંધક હજી પણ બચ્યા છે. જેમાં આશરે એક ચતૃર્થાંશને મૃત માની લેવામાં આવ્યા છે. બંધકોના પરત લાવવાના મુદ્દે ઈઝરાયલમાં લોકોમાં રોષ સતત વધી રહ્યો છે. યુદ્ધ શરૂ થયા પછીના અભિયાન દરમિયાન જીવતા બચેલા કુલ બંધકોની સંખ્યા સાત થઈ છે.
હમાસે ગત સાત ઑક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર અચાનક હુમલો કરીને આશરે 1200 લોકોની હત્યા કરી દીધી હતી. અને 250 લોકોને બંધક બનાવીને તેઓની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. નવેમ્બરમાં એક અઠવાડિયા માટે યુદ્ધવિરામ દરમિયાન બંધકોમાંથી આશરે અડધા લોકોને મુક્ત કરાયા હતા. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું કે જે ચાર બંધકોને છોડાવી દીધા છે તેઓને હેલિકોપ્ટથી મેડિકલ તપાસ માટે લઈ જવાયા છે અને તેઓ 246 દિવસ સુધી હમાસના કબ્જામાં રહ્યા બાદ પોતાના પ્રિયજનોને મળ્યા હતા.


