- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા
- વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ
- સવારે 11 વાગ્યા બાદ પાંચેય MLAએ શપથ લીધા
ગુજરાતના નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની શપથવિધિ થઇ છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. તેમાં સી.જે.ચાવડા, અર્જુન મોઢવાડિયા તથા ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. જેમાં વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ છે.
નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની આજે શપથવિધિ થઇ
નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની આજે શપથવિધિ થઇ છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવી છે. સવારે 11 વાગ્યા બાદ પાંચેય MLAએ શપથ લીધા છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે વિશ્વાસ મૂક્યો તેના માટે સૌ કોઈનો આભાર. કેબિનેટ પદને લઈને અર્જુન મોઢવાડીયાનું નિવેદન છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે એ કામ કરીશ.મારો સ્વભાવ નથી કે હું ક્યારેય માંગુ. તેમજ અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ગત ચૂંટણી કરતા વધારે મતથી ચુંટણી જીત્યો છુ. ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું. ચૂંટણીમાં ઘણા બધા પરીબળ કામ કરે છે. મંત્રી બનવાની ઈચ્છા નથી. તેમજ પાર્ટી કહે એ કામ કરીશ.
5 બેઠકો પર યોજાઈ હતી પેટા ચૂંટણી
પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં 7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેંદ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી હતી. તેમને 1,27,446 મત મળ્યા હતા. તથા પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાની જીત થઇ હતી. મોઢવાડિયાને 133163 મત મળ્યા હતા. તથા ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88457 મત મળ્યા હતા. તેમજ વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો હતો. આ બેઠક પર તેમને 100641 મત મળ્યા હતા. જેમાં માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા હતા.


