- દક્ષિણ કોરિયામાં ભૂકંપને લીધે કોઈ જાનહાનિ નહીં
- લોકો ડરના માર્યા ઘરબહાર દોડી ગયા અને રસ્તા પર સમય પસાર કર્યો
- દક્ષિણ કોરિયામાં વર્ષ-2024નો સૌથી શક્તિશાળી ધરતીકંપ નોંધાયો
દક્ષિણ કોરિયામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા દક્ષિણ કોરિયાના દક્ષિણ-પશ્ચિમના કાઉન્ટી બુઆનમાં અનુભવાયા હતા. હવામાન કચેરીએ આ અંગે ભૂકંપની જાણકારી આપી હતી. મળતી માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.8 માપવામાં આવી છે. આ ભૂકંપ વર્ષ-2024માં કોરિયામાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ધરતીકંપ પછી કોઈ મોટા નુકસાનની તાત્કાલિક કોઈ સૂચના નળી મળી. પરંતુ ભૂકંપને લીધે લોકો ઘરબહાર રીતસરની દોડી ગયા હતા. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા લોકો ઘરમાં જતા પણ ડર અનુભવી રહ્યા હતા. તો ઘણા લોકો રસ્તા પર જ સમય પસાર કરીને બેસી રહ્યા હતા.
ઘરને આંશિક નુકસાન
ઉત્તર જિયોલ્લા પ્રાંતના ફાયર વિભાગના અધિકારી જો હે-જિને જણાવ્યું હતું કે સત્તાવાળાઓને ભૂકંપની જાણ કરતા રહેવાસીઓ તરફથી લગભગ 80 કોલ મળ્યા હતા. તેમણે કહ્યું કે ભૂકંપના કારણે બુઆનમાં એક મકાનની દીવાલ તૂટવાના અહેવાલ સામે આવ્યા છે
આ પણ જાણી લો…
તમને જણાવી દઈએ કે ભૂકંપને તીવ્રતાના હિસાબે અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવે છે. 2.5 થી 5.4ની તીવ્રતાવાળા ધરતીકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 5.5 થી 6 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવો ખતરનાક ધરતીકંપ માનવામાં આવે છે, જેમાં નજીવા નુકસાનની સંભાવના હોય છે. જો 6 થી 7ની તીવ્રતાનો ભૂકંપ આવે તો નુકસાન થવાની સંભાવના પણ વધી જાય છે. 7 થી 7.9ની તીવ્રતાના ધરતીકંપને ખતરનાક માનવામાં આવે છે. આ તીવ્રતાના ધરતીકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડવાની કે તે પડી જવાની સંભાવના છે. આની ઉપરની તીવ્રતા ધરાવતા તમામ ધરતીકંપોને અત્યંત જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. આની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને કારણે, કેટલીકવાર પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.


