- અમેરિકાના ફલોરિડામાં મૂશળધાર વરસાદે કહેર વતાવ્યો
- અનરાધાર વરસાદથી ફલાઈટ્સ આવવા-જવામાં વિલંબ અને રદ્દ કરવાની નોબત આવી
- વરસાદી પાણીમાં કાર અને સામાન તરતો દેખાયો
અમેરિકાના ઘણા વિસ્તારો ખરાબ હવામાન અને વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યું છે. ફલોરિડામાં ગત રાત્રિથી વાવાઝોડા અને રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો હતો. રાજ્યના દક્ષિણ વિસ્તારમાં પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે. મિયામી અને ફોર્ટ લોડરડેલ જેવા શહેરોમાં મંગળવારે સાંજે પાંચથી આઠ વચ્ચે વર્ષનો સૌથી ભારે વરસાદ ખાબક્યો અને સરસોટામાં એક કલાકમાં આશરે ચાર ઈંચ વરસાદ તૂટી પડયો હતો.
મળતી માહિતી અનુસાર એક કલાકમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. ટામ્પા ખાડી વિસ્તારમાં માત્ર ત્રણ કલાકમાં આઠ ઈંચ વરસાદ થયો હતો. આ ક્ષેત્રમાં એટલો વધુ વરસાદ થયો છે. કારણ કે 500થી એક હજાર વર્ષમાં આવા વરસાદની આશા રખાય છે. ફ્લોરિડામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઈટ પ્રભાવિત થઈ છે.
વાવાઝોડાને લીધે ફલાઈટ્સને અસર
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સધર્ન ફ્લોરિડામાં ફ્લેશ ફ્લડ (અચાનક પૂર) આવ્યું, ઘણી કાર રસ્તાઓ પર પાણીમાં ડૂબી ગઈ અને ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 450 થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત અને 50 રદ કરવામાં આવી હતી, જ્યારે 330થી વધુ ફ્લાઇટ્સ મોડી થઈ હતી અને ફોર્ટ લોડરડેલ-હોલીવૂડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક રદ કરવામાં આવી હતી, એનબીસી મિયામીએ અહેવાલ આપ્યો હતો.
અમેરિકામાં પ્રતિ કલાક વરસાદની તીવ્રતામાં વધારો
અહેવાલ મુજબ, મંગળવારે, પ્રદેશના કેટલાક ભાગોમાં ટૂંકા ગાળામાં લગભગ એક મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે જેમ જેમ પૃથ્વી ગરમ થશે તેમ, ભારે વરસાદની ઘટનાઓ ચાલુ રહેશે અને તીવ્ર બનશે.
https://x.com/i/status/1801049749950189626
ક્લાઈમેટ સેન્ટ્રલ અનુસાર, 1970 થી યુ.એસ.ના દરેક ક્ષેત્રમાં કલાકદીઠ વરસાદની તીવ્રતા વધી છે. આ મુખ્યત્વે ગરમ વાતાવરણને કારણે છે, જેમાં વધુ ભેજ રાખવાની ઊંચી ક્ષમતા હોય છે, જે પછી ભારે વરસાદમાં પરિણમે છે.


