- ઉનાળાની સિઝનમાં કેરીને વિવિધ રીતે ઉપયોગમાં લેવાતી હોય છે
- આમરસ બેસ્ટ મેંગો ડિશે વિશ્વ કક્ષાએ ભારતને ગૌરવ અપાવ્યું
- ઓનલાઈન ફૂડ લિસ્ટમાં વિશ્વમાં શ્રેષ્ઠ વાનગીઓમાં ટોચનું સ્થાન આપ્યું
કાળઝાળ ગરમીની સિઝન હોય અને કેરીનો ઉલ્લેખ ન હોય એવું ક્યારેય બને નહીં. કદાચ કોઈ એવી વ્યકિત હશે જેને કેરી અથવા તેનાથી બનેલી વાનગીઓ પસંદ નહિ હોય. કેરીને કાપીને ખાવાથી લઈ ચૂસવા સુધી આનો અલગ સ્વાદ હોય છે. કેરીની ઘણી રેસિપી હોય છે જે ખાટી, નમકીનથી લઈ મીઠી હોય છે અને તમામ ખાવામાં અલગ જ સ્વાદ આવે છે. કેરીનો ઉપયોગ કરી કેરીનો રસ, કાચી કેરીની ચટણી, મેંગો શેક, કેરીના પાપડ સુધી બનાવવામાં આવે છે. તેની ઘણી વાનગીઓ અને પીણાં ખૂબ પ્રખ્યાત છે.
હવે આ કેરીએ વિશ્વમાં ભારતને પણ ગૌરવ અપાવ્યું છે. વિશ્વમાં સૌથી વધુ રેટિંગવાળી કેરીની વાનગીઓની યાદીમાં ભારત ટોચ પર છે. એટલે કે ભારતમાં બનેલી આમરસ વિશ્વની સૌથી પ્રિય કેરીની વાનગી છે.
TasteAtlas, વિશ્વભરના સ્થાનિક ખાદ્યપદાર્થોની સમીક્ષાઓ, સંશોધનો અને સમીક્ષાઓ દર્શાવતી ઓનલાઈન ફૂડ અને ટ્રાવેલ ગાઈડ, તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ યાદી બહાર પાડી છે. TasteAtlasએ તેના માટે એક કેપ્શન પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે આ કેરી સાથેની શ્રેષ્ઠ વાનગીઓ છે! તમારું મનપસંદ કયું છે?” યાદીને દેશી નેટીઝન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો, જેમણે યાદીમાં આમરસને જોઈને સેલિબ્રેશન કર્યું હતું.
વિશ્વના સૌથી ઉત્તમ કેરીથી બનેલા વ્યંજનોની યાદી જાહેર
ટેસ્ટ એટલસ દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે કેરીનો રસ જે કેરીનો પલ્પ જ છે. અને જેને સામાન્ય રીતે મિઠાઈના રૂપમાં ખાવામાં આવે છે. આને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ થાઈલેન્ડની મેંગો સ્ટિકી રાઈસને બીજું સ્થાન મળ્યું છે. ફિલિપાઈન્સની સોરબેટસને યાદીમાં ત્રીજું સ્થાન અપાયું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના આમ દળ અને મુંબઈના આંબાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. નીચેની યાદીમાં બાકી નામ જુઓ…
| ક્રમ | દેશ | વાનગી |
| 1 | ભારત | આમરસ |
| 2 | થાઈલેન્ડ | મેંગો સ્ટીકી રાઈસ |
| 3 | ફિલિપાઇન્સ | સોર્બ |
| 4 | જાવા, ઇન્ડોનેશિયા | રુજક |
| 5 | મહારાષ્ટ્ર, ભારત | મેંગો ચટની |
| 6 | હોંગકોંગ, ચીન | મેંગો પોમેલો સાગો |
| 7 | ગુઆંગડોંગ, ચીન | ચાઇનીઝ મેંગો પુડિંગ અથવા મેંગો બડિંગ |
| 8 | સુરબાયા, ઇન્ડોનેશિયા | રુજક સિંગુર |
| 9 | બાઓબિંગ | ગુઆંગડોંગ, ચીન |
| 10 | થાઇલેન્ડ | મામુઆંગ નામ પ્લા વાન |
| 11 | થાઇલેન્ડ | સોમ તામ મામુઆંગ |
| 12 | એન્ડાલુસિયા, સ્પેન | ગાઝપાચો દ મેંગો |
| 13 | પશ્ચિમ બંગાળ | કેરીની દાળ |
| 14 | સુરબાયા, ઇન્ડોનેશિયા | આદુ મેંગો ચિકન |
| 15 | કંબોડિયા | ગ્રીન મેંગો સલાડ અથવા ક્રુક સ્વે |
| 16 | થાઇલેન્ડ | નામ પ્લા વાન |
| 17 | મુંબઈ, ભારત | અંબા |
| 18 | સુરાબાયા, ઇન્ડોનેશિયા | રુજક પેટિસ |
| 19 | તામૌલિપાસ, મેક્સિકો | મેંગોસ એ લા કેનેલા |
| 20 | પશ્ચિમ જાવા, ઇન્ડોનેશિયા | રુજાક કુકા |
11, (થાઇલેન્ડ)
12,


