- યુએઈમાં એક વર્ક બંડલ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે જેમાં કંપનીઓ સિંગલ પ્લેટફોર્મથી તમામ પ્રોસેસ પૂરી કરશે
- યુએઈમાં વીઝા માટે 16 ડોક્યુમેન્ટના બદલે પાંચ જ દસ્તાવેજમાં જલ્દી વર્ક પરમિટ અને વીઝા મળશે
- પહેલા વર્ક બંડલ દુબઈની કંપનીઓ માટે તૈયાર કરાયું હતું હવે સમગ્ર યુએઈમાં લાગુ થયું
સંયુક્ત અરબ અમીરાત એટલે કે, યુએઈ સરકારે કામ માટે બીજા દેશથી આવતા લોકો માટે વીઝા પ્રોસેસ સરળ બનાવી દીધી છે. નવી સુવિધાથી તમે માત્ર પાંચ જ દિવસમાં વર્ક પરમિટની પ્રોસેસ પૂરી થઈ જશે. એચઆર યુઈએ મંત્રાલયે મંગળવારે ગત 11 જૂને દેશની તમામ કંપનીઓ માટે એક વર્ક બંડલના વિસ્તૃતીકરણની જાહેરાત કરી છે. હવે સિંગલ પ્લેટફોર્મ વર્ક બંડલ પર કંપનીઓ વર્ક પરમિટ અને વીઝા સાથે સંકળાયેલી તમામ પ્રોસેસ કરી શકે છે.
વર્ક બંડલ માટે કંપનીઓ એક સત્તાવાર વેબસાઈટનો વપરાશ કરી શકે છે. આ પ્લેટફોર્મ માર્ચ-2024માં લોંચ કરવામાં આવી હતી અને હવે આનો બીજો તબક્કો લોંચ કરાયો છે. પ્રથમ તબક્કામાં આને દુબઈની કંપનીઓ માટે લોંચ કરાયો હતો. પરંતુ હવે આખા યુએઈની કંપનીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. આ પ્લેટફોર્મ રોજગાર સાથે સંકળાયેલી તમામ સેવાઓની સુવિધા આપે છે. એમ્પ્લોયમેન્ટ રિન્યુઅલ, કેન્સલેશન, મેડિકલ તપાસ અને ફિંગર પ્રિન્ટ જેવી પ્રોસેસ માત્ર એક જ પ્લેટફોર્મ પર થઈ શકે છે
કામગીરી કઈ રીતે કરે છે?
વર્ક બંડલને લાવવાનો હેતુ એ જ છે કે આનાથી રોજગારી સાથે સંકળાયેલી લાંબી પ્રક્રિયાઓમાં જે સમય લાગતો એને ઓછો કરી શકાય અને કંપનીઓને આ સમય બચાવીને બીજા કામમાં લગાવી શકાય. આને ધ્યાનમાં રાખીને વર્ક બંડલને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
વર્ક બંડલ બીજા દેશના નાગરિકોને નોકરી સાથે સંકળાયેલી પ્રક્રિયાને માત્ર પાંચ જ દિવસમાં પૂરી કરે છે. જેમાં વીઝા અને વર્ક પરમિટ સાથે સંકળાયેલ કામગીરી સામેલ છે. જ્યાં પહેલા વર્ક પરમિટ માટે 16 દસ્તાવેજની જરૂર હતી. હવે માત્ર પાંચ જ ડોક્યુમેન્ટ જરૂરી છે. એમ્પોલઈને માત્ર બે વાર જ વિઝિટ કરવી પડે છે. એક મેડિકલ તપાસ અને બીજી બાયોમેટ્રિક આઈડી સ્કેન માટે. બાકી તમામ ચુકવણી વર્ક પેમેન્ટસ વર્ક બંડલથી થઈ જાય છે.
કંપનીમાં નવી ભરતીઓ, કર્મચારીઓના કરાર, નવા વર્ક પરમિટ અને વર્ક વીઝા ઈશ્યૂ કરવા જેવી સુવિધા આપે છે. આ સિવાય મેડિકલ તપાસ, કામદારોનો કોન્ટ્રાક્ટ, નોંધણી આ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે.


