- ગુજરાતમાં 1 બેઠક હારવા પર પાટીલનું મોટું નિવેદન
- 1 બેઠક પર હારની જવાબદારી પાટીલે સ્વીકારી
- બનાસકાંઠા બેઠક પર ભાજપની થઈ છે હાર
ગુજરાતમાં 26 લોકસભાની સીટ છે અને આ સીટમાંથી 25 સીટ ભાજપના હસ્તક છે,તો 1 સીટ પર કોગ્રેસના બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે,આ મુદ્દા પર કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલે ભુલ સ્વીકારી છે અને કહ્યું કે,કયાક કચાશ રહી ગઈ છે,તેના કારણે 1 સીટ ગુમાવવી પડી.
બનાસકાંઠા બેઠક મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન
બનાસકાંઠામાં ભાજપે લોકસભાની બેઠક ગુમાવતા સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે કે,કચાશ રહી ગઈ છે એની જવાબદારી મારી છે અને હું ભુલનો સ્વીકાર કરૂ છુ.ગુજરાતની જનતાની માફી માગુ છુ.
પાટીલ કેન્દ્રીયમંત્રી બન્યા
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે. જલ શક્તિ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ વખતે તેઓ રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. તેમનો રેકોર્ડ એવો રહ્યો છે કે તેમની જીતના આંકડા દર વખતે વધી રહ્યા છે. તેમને પીએમ મોદીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે. તેઓ છેલ્લા 36 વર્ષથી રાજકારણમાં સક્રિય છે.
ગુજરાતના હાલના પ્રદેશ પ્રમુખ પાટીલ
આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સી.આર.પાટીલ પાસે જ રહેશે. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નવી નિમણુક નહીં થાય. સંગઠન પર્વ દરમિયાન મંડળ, શહેર, જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી માળખું બદલાય છે.નવસારી બેઠક પર સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે. નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે.


