By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: TRP કાંડ : કોંગ્રેસનું પાવરપેક પ્રદર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

TRP કાંડ : કોંગ્રેસનું પાવરપેક પ્રદર્શન

agragujaratnews
Last updated: 2024/06/15 at 7:36 PM
2 years ago
Share
TRP કાંડ : કોંગ્રેસનું પાવરપેક પ્રદર્શન
SHARE

પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ : ગેનીબેન, જેનીબેન, ગાયત્રીબા વાઘેલા, અમિત ચાવડ, જીજ્ઞેશ મેવાણી, લલીત કગથરા, લાલજી દેસાઇ, ઋત્વીક મકવાણા, વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસ નેતાઓએ મૃતકોને ન્યાય આપવા કરી માંગણી

પોલીસ કમિશનર કચેરી આસપાસના રસ્તાઓ પર ચક્કાજામ

સંસદમાં ટીઆરપી ગેમઝોનના મૃતકોને ન્યાય અપાવવા ગેનીબેન કરશે રજુઆત

Contents
પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ : ગેનીબેન, જેનીબેન, ગાયત્રીબા વાઘેલા, અમિત ચાવડ, જીજ્ઞેશ મેવાણી, લલીત કગથરા, લાલજી દેસાઇ, ઋત્વીક મકવાણા, વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસ નેતાઓએ મૃતકોને ન્યાય આપવા કરી માંગણીપોલીસ કમિશનર કચેરી આસપાસના રસ્તાઓ પર ચક્કાજામસંસદમાં ટીઆરપી ગેમઝોનના મૃતકોને ન્યાય અપાવવા ગેનીબેન કરશે રજુઆતગેની અને જેની બની રાજકોટની બેનીબદલાતા પવનને સલામ : પોલીસે પ્રથમ વખત સંયમ જાળવ્યોકાર્યકરો એસટી બસ ઉપર ચઢી ગયા

 

ટીઆરપી આગકાંડમાં બે-બે સીટ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ચાલતી તપાસમાં ફીફા ખંડાતા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પાવરપેક વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગી સાંસદ ગેનીબેન ઠાકોર, અમરેલીના યુવા મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લલીત કગથરા, વિમલ ચુડાસમા, ડો.હેમાંગ વસાવડા સહિતના પ્રદેશ કક્ષાના અગ્રણીઓ અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ તથા કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરોએ આજે સવારે ૧૧ વાગ્યે કોંગ્રેસ કચેરીએ જબ્બર દેખાવો કર્યા હતાં. કોંગ્રેસના કાર્યકરોને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ ન અપાતા તેઓએ રસ્તા પર બેસી જઇ ચક્કાજામ આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં ટીઆરપી ગેમઝોનની તપાસમાં મૃતકોના પરિવારજનોને ન્યાય નહી મળતાં હોવાના આક્ષેપ કર્યા હતાં.

કાર્યકરો એ ચક્કાજામ સાથે બેનરો પ્રદર્શિત કર્યા હતા. જેમાં લખાણ હતું કે ફૂટેલા કારતુસો ટીઆરપી આગકાંડના  મૃતકોના પરિવારને ન્યાય આપી શકશે નહી. તાત્કાલીક તટસ્થ તપાસ આપો. કાર્યકરોને એક તબક્કે અટકાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પરંતુ સમય વર્તે સાવધાનીનું સૂત્ર અપનાવી પોલીસે પણ સંયમ જાળવ્યો હતો. અપવાદરૂપ સિવાય કાર્યકરોને રસ્તાઓ પર ઢસડવામાં આવ્યા ન હતા. માત્ર કોર્ડન કરીને દેખાવો કરવામાં આવ્યા હતાં.

ગુજરાતના ઇતિહાસમાં નજીકમાં કયારેય જોવા ન મળ્યું હોય તેટલું તીવ્ર આંદોલન રાજકોટ ખાતે છેડાયું છે. જેની ગુંજ ગાંધીનગર સુધી સંભળાશે. રાજકોટના  તમામ મીડિયા ઉપરાંત અમદાવાદથી જુદી-જુદી ચેનલોના  પત્રકારો રાજકોટમાં ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી ટીઆરપી કાંડના વિરોધ પ્રદર્શનનું લાઇવ પ્રસારણ કર્યુ હતું તેમજ કોંગ્રેસના નેતાઓના રોષને પ્રદર્શિત કરતી મુલાકાતો રજૂ કરી હતી.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ૨૫મી મેના રોજ બનેલા બનાવમાં સીટ અને ત્યારબાદ પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ સીટની રચના કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી નાની માછલીઓ જ પકડાઇ છે. પોલીસ કમિશનર અને આરએમસી કમિશનર સહિતના મુખ્ય સુત્રધારો અને ભાજપના પદાધિકારીઓ સુધી તપાસ પહોંચી નથી તેવો કોંગ્રેસનો ખુલ્લો આક્ષેપ છે. આ તપાસ નિષ્પક્ષ પણે થાય અને દોષિતોને ઝડપી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ગેની અને જેની બની રાજકોટની બેની

રાજકોટના ટીઆરપી આગકાંડમાં ૨૭ માણસો જીવતા ભુંજાઇ જવા છતાં પોલીસ અને રાજય સરકાર તપાસમાં ફીફાં ખાંડી રહી હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પૂરી તાકાતથી વિરોધ પક્ષ તરીકે મેદાનમાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ નેતાઓએ સંગઠનની તાકાત બતાવી રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો. આજના આંદોલનમાં બનાસકાંઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બની ગયેલા ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એ જ અમરેલીના જેનીબેને પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા સમક્ષ ગેનીબેને જણાવ્યું હતું કે આ આગકાંડમાં સરકારે નીમેલી સીટ ખાસ પરિણામ લાવી શકી નથી. જરૂર પડયે રાજકોટના આગકાંડના મૃતકોને ન્યાય અપાવવા હું આ મામલો સંસદમાં પણ ઉઠાવીશ.

બદલાતા પવનને સલામ : પોલીસે પ્રથમ વખત સંયમ જાળવ્યો

લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોઇપણ આંદોલન થાય તે પહાલ જ તેની હવા કાઢી નાંખતા હતાં. મુખ્ય અગ્રણીઓની અટકાયત કરતા હતાં. તેમજ વિરોધ પક્ષના કાર્યકરો સાથે પોલીસ કડક હાથે કામ લેતી હતી. પરંતુ આજે કોંગ્રેસની પાવરપેક રેલી અને વિરોધ પ્રદર્શન સમયે પોલીસે ખૂબ જ સંયમ રાખ્યો હતો. એકાદ બે ચકમક ઝરવા સિવાય પોલીસે ખૂબ જ સલુકાઇથી કામ લીધુ હતું. કાર્યકરોએ હસ્તા હસ્તા કહ્યું હતું કે બદલાતા પવનને આ સલામ છે.

કાર્યકરો એસટી બસ ઉપર ચઢી ગયા

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે કોંગ્રેસના જબ્બર વિરોધ પ્રદર્શન સમયે કાર્યકરો ખૂબ જ જોશમાં આવી ગયા હતા. એનએસયુઆઇના કેટલાક યુવા કાર્યકરોએ તથા કોંગ્રેસના અનુભવી કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન સાથે એસટીની બસો પર ચડી જઇ સુત્રોચ્ચાર કર્યા હતાં. થોડીવાર માટે પોલીસે રેસકોર્ષની ચારે તરફના અવર-જવરના રસ્તા બંધ કરી અન્ય માર્ગો પર ટ્રાફિક વાળવો પડયો હતો.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
ગુજરાતરાજકોટ

બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત

Editor By Editor 5 days ago
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
રાજયની બોર્ડર પરથી ૧૬3૪૯ દારૂની બોટલ ઝડપાઇ
વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?