- આજે પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા
- 17 જૂને ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 3 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. જેમાં આજે પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ તથા તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. તથા 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, દમણ, અમરેલીમાં વરસાદની આગાહી છે.
દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી
18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી તથા 19 જૂને વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બુધવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી
રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે સાથે પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો અપાયાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં તથા ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેશે. બુધવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.


