- લડાકુ જહાજ તરીકે સામેલ થશે સુરત જહાજ
- લકાડુ જહાજ સુરતની દરિયાઈ ટ્રાયલ શરૂ થઈ
- ગુજરાતના સુરત શહેરના નામ પરથી અપાયુ નામ
ટૂંક સમયમાં સુરત જહાજ નૌકાદળમાં સામેલ થશે. જેમાં લડાકુ જહાજ તરીકે સુરત જહાજ સામેલ થશે. તેમાં લકાડુ જહાજ સુરતની દરિયાઈ ટ્રાયલ શરૂ થઈ છે. તેમજ ગુજરાતના સુરત શહેરના નામ પરથી લડાકુ જહાજનું નામ અપાયું છે. ભારતીય નેવીએ જાહેર કરી વિગતો જાહેર કરી છે. જેમાં સોશિયલ મીડિયા માધ્યમથી વિગત જાહેર કરવામાં આવી છે.
ભારતીય નૌકાદળમાં ટૂંક સમયમાં સુરત જહાજ સામેલ થશે
ભારતીય નૌકાદળમાં ટૂંક સમયમાં સુરત જહાજ સામેલ થશે. નવા તૈયાર થઈ રહેલા લડાકુ જહાજ સુરતના દરિયાઈ ટ્રાયલ શરૂ થયા છે. ગુજરાતના સુરત શહેરના નામથી લડાકુ જહાજને સુરત નામ અપાયુ છે. ભારતીય નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિગતો જાહેર કરી છે. ભારતીય નૌકાદળમાં સુરત નામનું નવું યુદ્ધજહાજ ઉમેરાશે. પહેલીવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જહાજના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
16મીથી લઈને 18મી સદી સુધી સુરત સમુદ્રમાર્ગે વેપારનું મોટું કેન્દ્ર રહ્યું હતું
ઉલ્લેખનીય છે કે 16મીથી લઈને 18મી સદી સુધી સુરત સમુદ્રમાર્ગે વેપારનું મોટું કેન્દ્ર રહ્યું હતું. સાથે જ સુરત જહાજોના નિર્માણનું પણ મોટું કેન્દ્ર હતું. સુરતમાં નિર્મિત જહાજો 100થી વધુ વર્ષની આવરદા ધરાવતા હતા. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને નૌકાદળના યુદ્ધ જહાજને સુરત શહેરનું નામ અપાયું છે.


