ગત દિવસોમાં પશ્ચિમ બંગાળમાં આવેલા જલપાઈગુડી નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહાયતા રાશિ કોલકાતા સ્થિત રામકથાના શ્રોતાઓ અરુણ શ્રોફ અને તેમના સહયોગીઓ દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
બીજી ઘટનામાં ગઈકાલે મહુવા-ભાવનગર હાઈવે પર અકસ્માતમાં એક નાની બાલિકાનું અવસાન થયું છે. આ બાલિકાના પિતાને પણ રુપિયા પંદર હજારની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.
કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ


