તુષાર રાજા તથા સ્પોટલાઇટ ઇન્ડિયા મ્યુઝિક દ્વારા દેશ વિદેશમાં વસતા સંગીતના ચાહકો માટે ‘બરખા રાની, જરા જમકે બરસો’ શિર્ષક હેઠળ 20 જૂનને ગુરુવારે રાતે 9 કલાકે ફેસબુક લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના જાણીતા ગાયક પ્રદીપ ઠક્કર હિન્દી ફિલ્મોમાં ગવાયેલા યાદગાર ગીતોને કરાઓકે ટ્રેક પર પોતાની ગાયનની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. ગીત-સંગીતના ચાહકો આ ફેસબુક લાઇવ કાર્યક્રમને fb.com/spotlightindiamusic લીંક પર ક્લિક કરીને માણી શકશે.


