- અમેરિકામાં વૃદ્ધા મૃત્યુ પામી હોવા છતાં ફરીથી જીવતી થઈ
- અંતિમ સંસ્કાર ગૃહના કર્મચારીઓએ જોયું તો મહિલાનાં શ્વાસ ચાલી રહ્યાં હતાં
- હોસ્પિટલ ખસેડયા બાદ ફરીથી વૃદ્ધા મરી જતા સૌને અચરજ થયું
ભારત સહિત વિશ્વના ઘણા દેશમાં મોત પછી કેટલીક વ્યકિત જીવતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો ક્યારેક અંતિમ સંસ્કારની છેલ્લી ઘડીએ મૃત વ્યકિત ઊભી થતી જોવા મળે છે. બસ આવી જ એક ઘટના સર્જાઈ જેમાં તમામ લોકોએ મોંમાં આગળાં નાખી દીધા હતા. આવી જ એક ઘટના બની જગત જમાદાર એવા અમેરિકામાં. જ્યાં અંતિમ સંસ્કારની ગણતરી પહેલા મહિલા જીવતી થઈ ગઈ હતી. જેને તબીબોએ મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ છતાં જીવતી હોવું અશક્ય છે. આમ છતાં અમેરિકામાં ઊલ્ટી ગંગા જેવી ઘટના બની ગઈ હતી.
કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી, લોકો ઘણીવાર ઈચ્છતા હોય છે કે એક વખત પ્રિય વ્યક્તિ જીવિત હોય, તો તેઓએ તેને/તેણીને કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહી હોત જે ચૂકી ગઈ હોય, પરંતુ એવું થતું નથી. અમેરિકાના એક ફ્યુનરલ હોમમાં પણ આવું જ થયું અને મહિલા ફરી જીવતી થઈ ગઈ. અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવેલી મહિલાએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર લોકો આ દ્રશ્ય જોઈને ડરી ગયા, પરંતુ તેઓ ગભરાયા નહીં અને મહિલાને પરત હોસ્પિટલ લઈ ગયા.
મહિલા અંતિમ સંસ્કાર ગૃહમાં શ્વાસ લઈ રહી હતી
મળતી માહિતી મુજબ કોન્સ્ટન્સ ગ્લાન્ઝ નામની 74 વર્ષની મહિલાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી. મહિલાની બોડી બેગ અંતિમ સંસ્કાર સ્થળે પહોંચ્યા બાદ તેને લવ ફ્યુનરલ હોમમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓએ જોયું કે મહિલા શ્વાસ લઈ રહી છે, ત્યારબાદ તેઓ ગભરાઈ ગયા અને પરિવારના સભ્યોને તેની જાણ કરવામાં આવી.
મહિલા કેવી રીતે ફરી જીવંત થઈ?
ઘટનાસ્થળે હાજર લોકોએ ગભરાવાને બદલે તાત્કાલિક નિર્ણય લીધો અને મહિલાને ફરીથી હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલના સ્ટાફે મહિલાને CPR આપ્યું અને ઈમરજન્સી સર્વિસને બોલાવી. હોસ્પિટલના ડોકટર ચીફ ડેપ્યુટી બેન હાઉચિને કહ્યું કે તેણે પોતાની 31 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવી ઘટના જોઈ છે. જો કે, હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ મહિલાને ફરીથી મૃત જાહેર કરવામાં આવી હતી. મહિલાએ ફરીથી શ્વાસ કેવી રીતે લેવાનું શરૂ કર્યું તે મુદ્દે હવે ડોકટરો તપાસ કરી રહ્યા છે.


