- કાયદાનો ભંગ કરનારને આકરા દંડની જોગવાઇ
- તાજિકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલ્લીએ 19 જૂને આ બિલને મંજૂરી આપી
- બુરખો, જે મહિલાઓના ચહેરાને ઢાંકે છે, તે તાજિકિ પરંપરાનો ભાગ નથી : સાંસદ
મધ્ય એશિયાના મુસ્લિમ દેશ તાજિકિસ્તાનની સંસદ હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક પહેરવેશ પર પ્રતિબંધ લાદવાનો કાયદો પસાર કર્યો છે. દેશની સરકાર હવે આ કાયદો લાગુ કરવાની છે.
તાજિકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલ્લીએ 19 જૂને આ બિલને મંજૂરી આપી હતી જેમાં ઇદ-ઉલ-ફિત્ર અને ઇલ્દ-ઉલ-અદહા દરમિયાન બાળકોના વિદેશી વસ્ત્રો પર પ્રતિબંધની જોગવાઇ છે. સંસદના નિચલા ગૃહ મજલિસી નમોયંદગોને ગત 8 મેના રોજ જ આ બિલને પાસ કર્યુ હતું અને બુરખા અને હિજાબ જેવા વિદેશી વસ્ત્રો પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી હતી. બિલ પર ચર્ચા દરમિયાન એક સાંસદે કહ્યું હતું કે બુરખો, જે મહિલાઓના ચહેરાને ઢાંકે છે, તે તાજિકિ પરંપરાનો ભાગ નથી. આવા વિદેશી વસ્ત્રને તેમના દેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. નવા નિયમોનો ભંગ કરવા પર લોકોને આકરો દંડ કરવાન પણ જોગવાઇ છે. બિલની જોગવાઇ અનુસાર કાયદાનો ભંગ કરનારીને 7,920 સોમોની જેટલો દંડ થઇ શકે છે. જ્યારે કંપનીઓ પર 39500 સોમોનીનો દંડ થઇ શકે છે. અધિકારીઓ અને ધાર્મિક નેતાઓ પર તેના કરતા પણ વધારે દંડ લગાવવાની વાત કરાઇ છે.


