- ફ્રાંસના ન્યૂ કેલેડોનિયામાં ફરી રમખાણ ફાટી નીકળ્યા
- વધતી હિંસાને લીધે શાળાઓને તંત્રએ બંધ રાખવા કર્યો આદેશ
- પોલીસ સ્ટેશન અને ગેરેજને આગ લગાડવામાં આવી
ફ્રાંસ દેશના ન્યૂ કેલેડોનિયામાં મે મહિનાના મધ્યમાં ચૂંટણી સુધાર યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં રમખાણ અને લૂંટફાટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારથી સ્થાનિક કનક લોકોનાં મનમાં ડર બેસી ગયો છે કે તેઓ કાયમી લઘુમતીમાં મૂકાઈ જશે. બાદમાં એક પોલીસ સ્ટેશ અને ટાઉન હૉલ સહિતની ઘણી ઈમારતોમાં આગ લગાડવામાં આવી હતી.
શાળા-કૉલેજો બંધ કરાવવામાં આવી
ફ્રાંસના ન્યૂ કેલેડોનિયામાં અત્યારે અશાંતિનો માહોલ છે. ત્યાંના દ્વીપ ન્યૂ કેલેડોનિયામાં એક પોલીસ સ્ટેશન અને એક ટાઉન હૉલ સહિત અનેક ઈમારતોમાં ગત રાત આગચંપી કરવામાં આવી હતી. અધિકારીઓએ એ વાતની જાણકારી આપી તે આ રમખાણો પછી અત્યાર સુધી નવ લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઉપરાંત આગચંપી અને માર્ગો પર ચક્કાજામ કરવામાં આવ્યો છે તેમજ પોલીસને ટાર્ગેટ કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે ચૂંટણી સુધાર યોજનાને લઈ મેના મધ્યમાં ન્યૂ કેલેડોનિયામાં રમખાણ અને લૂંટફાટ શરૂ થઈ છે. આ નવી યોજનાથી સ્થાનિક કનક લોકોને ડર હતો કે તેઓ કાયમી રીતે લઘુમતી થઈ જશે. જેનાથી સ્વતંત્રતાની આશા નિશ્ચિત રીતે પહોંચની બહાર જતી રહેશે.
પોલીસ સ્ટેશન અને એક ગેરેજમાં આગચંપી
મહત્ત્વનું છે કે રાજધાની નૌમિયાના ઉત્તરમાં ડુમ્બિયા પોલીસ સ્ટેશન અને એક ગેરેજને આગચંપી કરવામાં આવી હતી. આ દરમિયાન ચાર બખ્તરબંધ ગાડીઓને સ્થિતિ પર કાબૂ મેળવવા અને ભારે જહેમત પછી સ્થિતિ સામાન્ય બની હતી.
ન્યૂ કેલેડોનિયામાં આવું પ્રથમ વાર નથી બન્યું કે આગની ઘટના સામે આવી હોય. આ ઉપરાંત નૌમિયાના ડ્યૂકોસ અને મેજેન્ટા જિલ્લામાં પણ આગ લગાડવામાં આવી હતી. પોલીસ સ્ટેશન સંકુલમાં ગાડીઓની સાથે ખાનગી વાહનોને પણ આગને સોંપી દીધા હતા. પોલીસ અને ભાગલાવાજીઓ વચ્ચે ઝપાઝપીની ખબર સામે આવી જેમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો.
શાળાઓ બંધ રાખવા તંત્રનો આદેશ
આ ઘટનાને જોતા ફ્રાંસ સરકારના વહીવટી તંત્રએ પેરિસથી આશરે 17 હજાર કિલોમીટર દૂર ત્રણ હજારથી વધુ સૈનિકો અને પોલીસ તૈનાત કરાયા. ઉપરાંત હિંસાયુક્ત વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવા આદેશ અપાયો હતો.


