- બે કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગ્રેડે આગ પર કાબૂ મેળવ્યો હતો
- વરસાદના કારણે ચાર્જિંગ પોઇન્ટ ભીનો થતા ઓવર લોડિંગ થવાના કારણે આગ લાગી
- આગ બીજી બસોમાં ના પ્રસરે તે માટે તે જગ્યાએ રહેલી 9 બસોને સૂરક્ષિત જગ્યાએ ખસેડાઇ
વસ્ત્ર્રાલ આદિનાથ નગર બીઆરટીએસ ડેપોમાં સોમવારે મોડી રાત્રે ત્રણ બસ ચાર્જિંગમાં પડી હતી. ત્યારે અચાનક એક બસમાં આગ લાગી હતી. જોત જોતામાં આગ બાજુમાં રહેલી બન્ને બસોમાં પણ પ્રસરી ગઈ હતી.
ત્યારે આસપાસના લોકોએ ફયરબ્રિગેડને જાણ કરતા સાત ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો હતો. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેથી ચાર્જિંગ પોઇન્ટ ભીનો થયો અને ઓવર લોડિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
વસ્ત્ર્રાલમાં બીઆરટીએસ બસ ડેપોમાં ચાર્જિંગમાં રહેલી એક બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગી તે સમયે તેની બાજુમાં બીજી બે બસો પણ ચાર્જિંગ માટે પડી હતી. જેના કારણે તે બન્ને બસોમાં પણ આગ પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ ઘટનાની જાણ ફયરબ્રિગેડને કરતા 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ આગ બીજી બસોમાં ના પ્રસરે તે માટે તે જગ્યાએ રહેલી 9 બસોને સૂરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવી હતી. ત્યારબાદ ચારેય બાજુથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી સતત પાણી માર્યા બાદ આગ બુઝાઈ હતી. જો કે આગનુંચોક્કસ કારણ જાણવા માટે એફ્એસએલની પણ મદદ લેવામાં આવી છે.


