- સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
- એરપોર્ટના લગેજ કન્વેયર બેલ્ટ પર સેંકડો કરચલાની ટીમ જોવા મળી
- પ્રવાસીઓ પણ કરચલાનો વીડિયો ઉતારવામાં મશગૂલ બન્યાં
એરપોર્ટ પર સામાન લઈ જતા તમે ખૂબ જોયું હશે અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે લોકો સંતાઈને સોના-ચાંદીના અને બીજી ચીજો લઈ જવાનો પ્રયાસ કરતા હોય છે. જેની મજૂરી નથી હોતી. વિશ્વમાં આવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે કે લોકો સાપ, વીંછી જેવા જીવ બેગમાં બંધ કરી એરપોર્ટ પર પહોંચી જતા હોય છે. અને પછી પકડાઈ જતા હોય છે. આવો જ એક મામલો આજકાલ ઘણો ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એરપોર્ટ પર કરચલાની આખી ટીમ જોવા મળી, જે કદાચ કોઈ પ્રવાસીની બેગમાંથી નીકળ્યા હતા અને પછી એરપોર્ટના લગેજ કન્વેયરલ બેલ્ટ પર ફેલાયા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છે કે કન્વેયર બેલ્ટ પર કેટલા બધાં કરચલા જોવા મળી રહ્યા છે. અને બધા જીવતાં છે. તેમાંથી કોઈ કન્વેયર બેલ્ટની સાથે આગળ વધતા જઈ રહ્યા છે. તો ઘણા કરચલા નીચે ઉતરીને આમથી તેમ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રવાસીઓએ પણ પોતાનો સામાન કન્વેયર બેલ્ટથી ઉતારવામાં સમસ્યાનો સામનો કરી રહી હતી. પરંતુ કેટલાક પ્રવાસીઓ તો પોતાનો સામાન ફટાફટ ઉતારવા લાગ્યા હતા. જયારે કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો પણ ઉતારવા લાગ્યા હતા. જો કે આ દરમિયાન એરપોર્ટ પર એકપણ કર્મચારી નજરે નહોતા પડી રહ્યા. જે આ કરચલાને ત્યાંથી હટાવે. આ ઘટના ક્યાંની છે તે હાલ આનો ખુલાસો નથી થઈ શક્યો પરંતુ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જુઓ
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર lyricaanderson નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 62 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 7 લાખ 60 હજારથી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે.


