- પાડોશી દેશ શ્રીલંકામાં 60થી વધુ ભારતીયો સાયબર સ્કેમમાં સામેલ
- શ્રીલંકાની તપાસ એજન્સીઓના દરોડામાં 135 મોબાઈલ, 57 લેપટોપ જપ્ત કરાયા
- પોલીસ તપાસમાં દુબઈ અને અફઘાનિસ્તાન સાથે સંપર્ક હોવાનો ખુલાસો થયો
શ્રીલંકામાં એક ઓનલાઈન નાણા કૌભાંડમાં સામેલ 60 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની ગુનાકીય તપાસ એજન્સીની સઘન ચેકિંગ બાદ આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ લોકોની શ્રીલંકાની રાજધાની કોલંબોના પરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડીએ કોલંબોના વિવિધ વિસ્તારમાં દરોડા પાડયા હતા. જેમાં 135 મોબાઈલ ફોન અને 57 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ સ્ટેશનાં ફરિયા દાખલ
મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી એક પીડિતાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. જેણે આરોપ લગાવ્યો હતો કે તેને સોશિયલ મીડિયા પર વાતચીત કરવા માટે રોકડના વચન સાથે વોટ્સએપ ગૃપમાં જોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે તપાસમાં એક કાવતરાનો પર્દાફાશ થયો હતો જેના દ્વારા પીડિતોને પહેલા પેમેન્ટ કર્યા પછી પૈસા જમા કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.
દુબઈ અને અફઘાનિસ્તાન સાથે સંપર્ક હોવાનો ખુલાસો
મળતી માહિતી અનુસાર, પેરાડેનિયામાં એક વ્યક્તિ અને તેના પુત્રએ છેતરપિંડી કરનારાઓને મદદ કરવાનું સ્વીકાર્યું. તેમણે કહ્યું કે નેગોમ્બોમાં એક વૈભવી ઘર પર દરોડા દરમિયાન મળેલા મહત્વપૂર્ણ પુરાવાના આધારે શરૂઆતમાં 13 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 57 ફોન અને કમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યા હતા. નેગોમ્બોમાં અનુગામી ઓપરેશનમાં 19 વધુ લોકોની ધરપકડ કરવામાં આવી, જે ગેંગના દુબઈ અને અફઘાનિસ્તાન સાથેના આંતરરાષ્ટ્રીય સંપર્કો સામે આવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે પીડિતોમાં સ્થાનિક અને વિદેશી બંનેનો સમાવેશ થાય છે. એવી શંકા છે કે આરોપીઓ નાણાકીય છેતરપિંડી, ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ હતા.


