- પ્રોપર્ટી વિવાદમાં દીયરે ભાભી અને ભત્રીજીને ઘરની ભીંતમાં જીવતાં ચણી લીધા
- પાકિસ્તાનમાં જૂની હિન્દી ફિલ્મ અનારકલી જેવી સાચી ઘટના બની
- પાડોશીઓ અને પોલીસે આવીને બંનેને દીવાલમાંથી જીવતાં બહાર કાઢયાં
સંપત્તિ વિવાદમાં કોઈ આવું પણ કરી શકે? તમને વિશ્વાસ નહિ થાય. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જી..હા. ઘટના પાડોશી દેશ પાકિસ્તાનના હૈદ્રાબાદ પ્રાંતની છે. જ્યાં એક મહિલા અને તેની દીકરીને જમીન વિવાદમાં ઈંટોની દીવાલ ચણીને જીવતાં ચણી દેવામાં આવ્યાં. આ ઘટના પછી પાડોશીઓએ પોલીસની મદદથી બંનેને જીવતા બહાર પાઢયાં હતાં. પીડિત મહિલાએ જણાવ્યું કે, તેનો દીયર તેની પુત્રીને મિલકતને લઈ બંનેને જીવતાં ચણી દીધા હતા.
દીવાલમાં જીવતા ચણી લેવામાં આવી હતી. જેમાં બાદ મહિલા અને દીકરીનો છૂટકારો થયો હતો. ત્યારબાદ બાદ મહિલાએ જણાવ્યું કે, દીયરના સાળા સુહૈલ પાસે પણ જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. દીવાલમાં મુક્કો માર્યા બાદ મહિલા રૂમમાં જોર જોરથી ચીસો પાડવા લાગી. આ તકનો લાભ લઈ સાળા અને તેના પુત્રો ફરાર થઈ ગયા હતા. આ પછી પાડોશીઓએ પોલીસને જાણ કરી. બાદમાં સ્થાનિક લોકોની મદદથી પોલીસે ભીંત તોડી બંને માતા-પુત્રીને રૂમમાંથી બહાર કાઢી હતી. બીજી તરફ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. એસપીએ આશ્વાસન આપ્યું છે કે આરોપીઓને બંધક બનાવીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રોપર્ટી કેસમાં અનેક લોકોના જીવ ગયા છે
પાકિસ્તાનમાં મિલકતના મામલામાં લોહીલુહાણ સામાન્ય બાબત છે. આ પહેલા 24 મેના રોજ પેશાવરના ચમકાનીમાં પ્રોપર્ટીના વિવાદને કારણે 5 લોકોનાં મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે લડાઈમાં બે પક્ષો સામસામે આવી ગયા. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો. જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે બંને જૂથો વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી.


