- કેલિફોર્નિયાના જંગલમાં વધતી આગની જ્વાળા લોકોનાં ઘર સુધી પહોંચી
- 26 હજાર લોકોને ત્યાંથી બહાર જવા મજબૂર થવું પડ્યું
- આગને લીધે ઓરોવિલેમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી
ઉત્તરી કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ બની ગઈ છે કે હવે ઓલવાઈ નથી રહી અને સતત વધતી રહી છે. જંગલની વધતી આગને લીધે વહીવટી તંત્ર હેલિકોપ્ટરથી પાણી છાંટી રહ્યા છે. જો કે આમછતાં આગ પર કાબૂ નથી થઈ રહ્યો. આ અગાઉ પણ કેલિફોર્નિયામાં ઘણીવાર આગ લાગવાની ઘટના બની ચુકી છે.
26 હજાર લોકોને બચાવવામાં આવ્યાં
જંગલમાં સતત વિકરાળ બની રહેલી આગ હવે લોકોનાં ઘર સુધી પહોંચી રહી છે. આસપાસ રહેતા લોકોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમ માર્ગો પર તૈનાત છે. આગને લીધે 26 હજાર લોકોને ત્યાંથી કાઢવા મજબૂર થવું પડયું હતું. શહેરની સ્થિતિ એવી સર્જાઈ છે કે તે ગરમીને લીધે તપવા લાગ્યું છે.
ઓરોવિલે શહેરમાં આગનો પ્રારંભ
થોમ્પસનની આગનો પ્રારંભ સૈક્રામેંટોથી આશરે 110 કિલોમીટર ઉત્તરમાં બટ કાઉન્ટીના ઓરોવિલે શહેરની પાસેથી થઈ હતી. આને લીધે ધૂમાડાનો વિશાળ ગોટો ઉઠયો જેને અવકાશમાંથી પણ જોઈ શકાતો હતો. કારણ કે આ 14 વર્ગ કિલોમીટરથી વધુ સુધી ફેલાઈ ગયો હતો.
જો કે, આગ દક્ષિણ કાંઠે કાબુમાં આવી હતી અને ઢોળાવ પર કામ કરતા અગ્નિશામકો ઉત્તર કિનારે નિયંત્રણ રેખાઓ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન, બુધવારે બપોરે ઓરોવિલેની દક્ષિણે લગભગ 5 માઇલ (8 કિલોમીટર) દૂર બીજી આગ ફાટી નીકળી હતી, જેનાથી પાલેર્મો શહેર નજીક નવા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ગ્રબ્સ ફાયર નામની તે આગ પણ કાબૂમાં આવી શકી ન હતી.
આ દરમિયાન બુધવારે બપોરે ઓરોવિલેથી આશરે આઠ કિલોમીટર દક્ષિણમાં એક વધુ આગ લાગી છે. જેમાં પાલેર્મો શહેરની પાસે નવા લોકોને કાઢવાની જરૂર પડી છે.
ઓરોવિલેમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી
કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગ તાંડવ મચાવી રહી છે ત્યારે ઓરોવિલેમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી અને ઈવેક્યુએશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ઈવેક્યુએશન સેન્ટરને બુધવારે શહેરના પરા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જ્યાં 20 હજાર લોકો રહે છે. ચાર જુલાઈને ધ્યાનમાં લઈ અધિકારીઓએ એવી ચેતવણી આપી છે કે મોટાભાગના વિસ્તારો સહિતના સ્થાનો પર આતશબાજી પર પ્રતિબંધ છે.


