- ઋષિ સુનકે ચૂંટણીમાં હાર્યા પછી તમામ જવાબદારી સ્વીકારી
- બ્રિટનની ચૂંટણી હાર્યા પછી સુનકે કહ્યું I am Sorry!
- ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સુનકે કીર સ્ટાર્મરને ફોન કરી જીતની શુભકામના પાઠવી
બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની કંઝર્વેટિવ પાર્ટીની કારમી હાર થઈ છે. જ્યારે લેબર પાર્ટી આ ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજેતા જાહેર થઈ છે. ચૂંટણીમાં હાર્યા પછી ઋષિ સુનકનું નિવેદન સામે આવ્યું છે. સુનકે કહ્યું કે હું જીત મેળવનારી લેબર પાર્ટી અને તેના નેતા કીર સ્ટાર્મરને શુભકામના પાઠવવા ફોન કર્યો છે.
ઉમેદવારોની હારની જવાબદારી સ્વીકારી
ઋષિ સુનકે આગળ જણાવ્યું કે સત્તા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે તમામ પક્ષને સદભાવનાની સાથે નવી હાથમાં ચાલી જશે. સુનકે કહ્યું કે હું ઘણા સારા મહેનતી ઉમેદવારોની હારની જવાબદારી સ્વીકારું છું. જે આજે રાત્રે પોતાના તમામ અથાક પ્રયાસો, પોતાના સ્થાનિક રેકોર્ડ અને સમુદાયો પ્રતિ સમર્પણ છતાં હારી ગયા જેનો મને ખૂબ ખેદ છે.
બ્રિટનની લેબર પાર્ટીને જંગી બહુમતી મળી
મહત્ત્વનું છે કે, બ્રિટનની ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીને જંગી બહુમતી મળી છે. ઋષિ સુનકની કંઝર્વેટિવ પાર્ટીને કારમી હાર મળી છે. 394 બેઠકો પર લેબર પાર્ટી જીત મેળવી ચુકી છે. જ્યારે કંઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી 103 સીટ જીતી ચુકી છે. બ્રિટનની કુલ 650 બેઠકોમાંથી 326 સીટ બહુમતી માટે જોઈતી હોય છે.
કીર સ્ટાર્મર બોલ્યા- જનતા દેશમાં પરિવર્તન લાવી
લેબર પાર્ટીના નેતા અને બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા કીર સ્ટાર્મરે મતદારોનો આભાર માન્યો છે. સ્ટાર્મરે મતદાતાઓને કહ્યું કે બ્રિટનના લોકો ફેરબદલ માટે તૈયાર છે. હોલબોર્ન અને સેંટ પેનક્રાસથી જીત્યા પછી પોતાના વિજય ભાષણમાં 61 વર્ષીય કીર સ્ટાર્મરે જણાવ્યું કે ભલે લોકોએ તેને મત આપ્યો નથી. હું મતવિસ્તારના દરેક વ્યકિતની સેવા કરીશ.


