- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે છે
- પીએમ મોદી ચાન્સેલર કાર્લ નેહમરના આમંત્રણ પર ઓસ્ટ્રિયા પહોંચ્યા
- પીએમ મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલરની સાથે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. પીએમ મોદી ચાન્સેલર કાર્લ નેહમરના આમંત્રણ પર ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. 1982માં ઈન્દિરા ગાંધી પછી ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય પીએમ છે. મોદી આજે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિને પણ મળશે.
વિયેનામાં ભારતીયોએ પીએમ મોદીનું કર્યું સ્વાગત
ઓસ્ટ્રિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિયેનામાં ભારતીય મૂળના લોકોને મળ્યા અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી. પીએમએ હાથ જોડીને ભારતીય મૂળના લોકોનું અભિવાદન સ્વીકાર્યું. પીએમ મોદીને વિયેનામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
દ્વિપક્ષીય વાતચીત શરુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિયેનામાં ફેડરલ ચેન્સેલરીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર પણ પીએમ મોદી સાથે હતા. આ પછી પીએમ મોદીએ ફેડરલ ચાન્સેલરીની ગેસ્ટબુક પર હસ્તાક્ષર કર્યા.
ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે મજબૂત સંબંધો: કાર્લ નેહમર
વિયેનામાં પીએમ મોદી સાથેની બેઠકને સંબોધતા ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરે જણાવ્યું હતું કે, “ગઈ રાત્રે અને આજે સવારે અમે યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધ વિશે વાત કરી હતી. ઓસ્ટ્રિયન ચાન્સેલર તરીકે મારા માટે ભારતનું મૂલ્યાંકન જાણવું અગત્યનું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ છે. અમારા માટે પણ એક મહત્વપૂર્ણ વિષય છે.”
તેમણે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયાના સંબંધો મજબૂત છે. આ સંબંધ વિશ્વાસનો છે, જે 1950ના દાયકામાં શરૂ થયો હતો. ભારતે ઓસ્ટ્રિયાને મદદ કરી અને 1955માં ઓસ્ટ્રિયન રાજ્ય સંધિ સાથે વાતચીત સકારાત્મક નિષ્કર્ષ પર પહોંચી.


