- અમેરિકાના ટેક્સાસમાં દોષિતને મોતનું ઈંજેક્શન આપવાની થોડી મિનિટ પહેલા કોર્ટે સજા ટાળ
- રૂબિન ગુટિરેજ નામના આરોપી સામે છ લાખ ડોલર માટે એક વૃદ્ધની હત્યાનો આરોપ
- આરોપી હત્યામાં સામેલ ન હોવાનું નિવેદન, આરોપીની બે વાર સજા ટળી ચુકી છે
અમેરિકાના ટેક્સાસમાં એક આરોપીને મોતની સજા આપવાની પહેલા તેની સજા પર રોક મૂકવામાં આવી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે અંતિમ સમયે એક વ્યકિતની અપીલ સાંભળતા તેના મોતની સજા પર રોક મૂકી દેવામાં આવી છે. 47 વર્ષના રુબેન ગુટિરેજને વર્ષ-1998માં એક વૃદ્ધની હત્યામાં સામેલ હોવાના કેસમાં મોતની સજા ફટકારી હતી. મંગળવારે ટેક્સાસમાં તેને ઘાતક ઈંજેક્શન આપી મોત આપવાનું હતું કે છેલ્લી ઘડીએ કોર્ટે રૂબેનની અપીલ પર સુનાવણી કરી સજા પર હંગામી રોક મૂકી દીધી હતી.
રૂબેન ગુટિરેજ સામે વર્ષ-1998માં એસ્કોલાસ્ટિકા હેરિસનની હત્યા માટે અન્ય બે લોકો સાથે કાવતરું ઘડવાનો આરોપ છે. હેરિસન મેક્સિકોની સરહદે આવેલા બ્રાઉન્સવિલે શહેરમાં મોબાઇલ હોમ પાર્કના વૃદ્ધ મેનેજર હતા. કોર્ટના દસ્તાવેજો અનુસાર, વૃદ્ધ મહિલાને ત્રણ લોકોએ માર માર્યો હતો અને છરીથી હત્યા કરી હતી.
એક આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. જ્યારે બીજો આરોપી હજુ પણ પોલીસથી ફરાર છે. જ્યારે રુબેન ગુટિરેજ શરૂઆતથી જ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે અને ક્રાઈમ સીન પરથી લેવામાં આવેલા ડીએનએ સેમ્પલનું પરીક્ષણ કરાવવાની માંગ કરી છે.
આખો કેસ શું છે?
મેક્સિકો પાસે આવેલા બ્રાઉંસવિલે શહેરમાં એક વૃદ્ધ મહિલા એક મોબાઈલ હોમ પાર્કમાં મેનેજર તરીકે કામ કરતી હતી. જાણકારી પ્રમાણે વૃદ્ધ મહિલા બેંક પર વિશ્વાસ નહોતી ધરાવતી અને તે રોકડ પોતાની પાસે જ રાખતી હતી.
મહિલાના ઘર પર આશરે છ લાખ ડોલર રાખ્યા હતા. આ રકમને ચોરી કરવાના ઈરાદાથી ત્રણ લોકોએ હેરિસનની હત્યાનું કાવતરું રચ્યું છે. રુબેન ગુટિરેજ પર આરોપ છે કે તે આ હત્યામાં સામેલ હતો. ગુટિરેજનું કહેવું છે કે તે નિર્દોષ છે અને તે દિવસે મોબાઈલ હોમમાં નહોતો ઘુસ્યો. તેને નહોતી ખબર કે અન્ય બે લોકો હેરિસનને મારવાનો ઈરાદો રાખતા હતા.
ડીએનએ તપાસની માંગ
રૂબેન ગુટિરેજ નામના આરોપી અને તેના વકીલ ગત 10 વર્ષથી ઘટનાસ્થળેથી એકઠા કરેલા ડીએનએની તપાસની માંગ કરી રહ્યા છે. વકીલોએ એવો તર્ક આપ્યો છે કે ઘટનાસ્થળે ગુટિરેજની હાજરીના કોઈ ફિઝિકલ એવિડન્સ નથી. અને તેને ગુનો ત્યારે સ્વીકાર કર્યો જ્યારે પોલીસે તેની પત્ની અને બાળકોની ધરપકડ કરવાની ધમરી આપી હતી.
ગુટિરેજે નીચલી કોર્ટમાં પણ પોતાની સજા રોકવા અપીલ કરી છે. નીચલી કોર્ટે અપીલ ફગાવ્યા પછી તેઓએ વડી કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં મંગળવારે કેસ પર વિચાર કરવા સુધી સજા પર હંગામી રોક મૂકવામાં આવી છે.
અગાઉ પણ સજા પર રોક મૂકાઈ છે
આવું પ્રથમવાર નથી થયું. ગુટિરેજની સજા થવાના થોડા સમય પહેલા સજા રોકવામાં આવી હોય. વર્ષ-2020માં ટેક્સાસના અધિકારીઓ તરફથી સજાના રૂમમાં પૂજાની હાજરીની તેઓની છેલ્લા માંગને ન માનવા પછી કોર્ટે તેઓની ફાંસી પર રોક લગાવી દીધી હતી.
આરોપીના વકીલે જણાવ્યું કે અમને આશા છે કે હવે કોર્ટ સજા રોકવા પગલું ઉપાડયું છે. હવે અમે ડીએનએની તપાસ પુરી કરાવી શકીએ છીએ જેથી આ સાબિત થઈ શકે છે કે ગુટિરેજ નિર્દોષ છે.


