- આટા-તેલના ભાવ આસમાને છતાં પાકિસ્તાનીઓને ચેમ્પિયન્સ ટ્રોફી જોઈએ છે
- પાકિસ્તાનમાં 900 રૂપિયાનું લિટર તેલ અને 800 રૂપિયે લોટનું વેચાણ
- પાકિસ્તાનમાં એક રોટલી 25 રૂપિયે વેચાઈ રહી છે છતાં ડિફેન્સ બજેટમાં 15 ટકાનો વધારો
કંગાળ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મોંઘવારી પહેલાથી આકાશ આંબી રહી છે. દૈનિક ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પાકિસ્તાની પ્રજાના ખિસ્સા પર લૂંટ થઈ રહી છે. પાકિસ્તાનનું અર્થંતંત્ર ચીનના દેવાના ડુંગરે દબાતું જઈ રહ્યું છે. આઈએમએફ સામે ભીખ માગવી પડી રહી છે.
આઈએમએફની શરતો પણ એવી કડક છે કે સરકારે તેને માન્યા સિવાય છૂટકો નથી અને શરતો પૂરી કરવા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. પાકિસ્તાનો લોટ 800 પાકિસ્તાની રૂપિયા કિલો અને તેલ 900 પાકિસ્તાની પ્રતિ લિટર થયું છે. સ્થિતિતો એવી છે કે પાકિસ્તાની જનતા એક રોટલી માટે 25 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે.
પાકિસ્તાનની પ્રજાના ભાગ્યામાં દાળ-રોટલી પણ નહિ
પાકિસ્તાનમાં કોસ્ટ ઑફ લિવિંગ આકાશે આંબ્યું છે. લોકો દૈનિક જરૂરિયાતો પણ મુશ્કેલીથી મેળવી રહ્યા છે. પાકિસ્તાની રૂપિયામાં ભારે ધોવાણ થયું છે. ખાવા-પીવાની સાથે ઘર, આોગ્ય અને સારું શિક્ષણ પણ સામાન્ય જનતાથી બહાર થઈ રહ્યું છે. આ તરફ આઈએમએફની તરફથી સબસિડી સમાપ્ત કરવાનું દબાણ વધતું જઈ રહ્યું છે. આમ છતાં પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો ઝીંકી દીધો છે. પાકિસ્તાન સેનાને નાણા વર્ષ-2024-25 માટે 2,122 અબજ રૂપિયા આપ્યા છે.
દેશની જીડીપી ત્રણ ટકાની આસપાસ રહેવાનું અનુમાન
પાકિસ્તાનના નાણામંત્રી અનુસાર દેશનો જીડીપી 3.6 ટકાની ઝડપે આગળ વધે. આ ગત વર્ષના આંકડા 3.5 ટકાથી વધુ છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આર્થિક વિકાસ દર 2.38 ટકાનો આંકડો સ્પર્શી જશે. પાકિસ્તાનનું કુલ બજેટ 18,877 અબજ રૂપિયા છે. આમાં ડિફેન્સ સેક્ટરનો હિસ્સો બીજા નંબરે આવે છે.
પાકિસ્તાનના પૈસા ક્યા જઈ રહ્યા છે ?
પાકિસ્તાન પોતાના મિત્ર ચીને ફેલાવેલા દેવાના જાળમાં ખરાબ રીતે ફસાઈ ચુક્યો છે. પાકિસ્તાનના બજેટનો સૌથી મોટો ખર્ચ દેવાની ભરપાઈમાં જઈ રહ્યો છે. પાકિસ્તાનને આશરે 9700 અબહજ રૂપિયાની લોન રિપેમેન્ટ પર ખર્ચ કરવા પડે છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં મોંઘવારીનો આંકડો 12 ટકાની આસપાસ છે. દેશનું ટેક્સ કલેક્શન 12970 અબજ રૂપિયા રહેવાની ધારણ છે. સરકારે સ્થિતિ પર કાબૂ કરવા જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.


