- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરમાં પેન્સિલવેનિયાની ચૂંટણી સભામાં જીવલેણ હુમલો થયો હતો
- અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાં હવે ટ્રમ્પની હરણફાળ
અમેરિકામાં એક દિવસ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોનાગ્રસ્ત થયાનું સામે આવ્યું હતું. જે બાદ તેઓની પર ચૂંટણી રેસમાંથી બહાર નીકળવાનું દબાણ થઈ રહ્યું છે. તાજેતરમાં બાઈડેનના ચૂંટી રેસમાં બહાર નીકળવાની ખબર ખૂબ આવી હતી પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે બાઈડેન આ ચૂંટણીમાંથી હટવાને લઈ ગમે ત્યારે નિર્ણય કરી શકે છે. એટલા સુધી કે આ અંગેની જાહેરાત 21 જુલાઈ રવિવારે થઈ શકે છે.
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી
81 વર્ષીય રાષ્ટ્રપતિ બાઈડેનની ઉમરને કારણે તેમની ઉમેદવારી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે ડેમોક્રેટિક પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ પણ તેમની ઉમેદવારી પર ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાને કારણે તેમની ઉમેદવારી પર ખાસ અસર જોવા મળી રહી છે, કારણ કે કોવિડને કારણે તેમને થોડા સમય માટે અલગ રહેવું પડશે અને ડોક્ટરોએ તેમને વધુ બોલવાની પણ મનાઈ કરી દીધી છે, જેના કારણે બાઈડેનનો ચૂંટણી પ્રચાર અટકી ગયો છે. ગયો છે.
જીવલેણ હુમલાના પ્રયાસ બાદ ટ્રમ્પને ભરપૂર ટેકો
તાજેતરમાં જો બાઈડેને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો કોઈ ડૉકટર તેને સીધી રીતે કહીં દે તે તેઓની તબીબી સ્થિતિ ઠીક નથી, તો તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાં રહેવા ફરી વિચાર કરી શકે છે. આ અગાઉ રાષ્ટ્રપતિ ડિબેટમાં પણ બાઈડેનનું પ્રદર્શન ખૂબ કંગાળ મનાઈ રહ્યું છે. આ સિવાય ચૂંટણી રેલમાં ટ્રમ્પ પર થયેલો જીવલેણ હુમલાના પ્રયાસ બાદ અમેરિકાના લોકો ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ટેકો આપી રહ્યા છે. આ તમામ બાબતો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ બાઈડેનની ઉમેદવારીને લઈ પાર્ટી સામે ચિંતા વ્યક્ત કરી હતી.


