- વર્ષ 2023માં થયેલી વસતી ગણતરીના આંકડા જારી થયા
- પાકિસ્તાનની કુલ વસતી 24 કરોડ પ્લસ,મુસ્લિમ વસતીમાં સાધારણ ઘટાડો
- દેશમાં વર્ષ 2017માં મુસ્લિમ વસતી 96.47 ટકા હતી
પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી વસતી ગણતરીના આંકડા જારી થયા છે. તે મુજબ પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા જે વર્ષ 2017માં 35 લાખ હતી તે વધીને 38 લાખ થઇ ગઇ છે.હિંદુ સમુદાય પાકિસ્તાનનો સૌથી મોટો લઘુમતી સમુદાય બની રહ્યો છે.
ડોન સમાચાર પત્રે જણાવ્યા મુજબ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક દ્વારા વર્ષ 2023માં હાથ ધરવામાં આવેલી સાતમી વસતી ગણતરીના અંકો જારી કર્યા છે. વસતી ગણતરી મુજબ દેશ કુલ 24 કરોડ 4 લાખ 58 હજાર 89ની વસતી ધરાવે છે. આંકડા કહે છે કે દેશમાં વર્ષ 2017માં મુસ્લિમ વસતી 96.47 ટકા હતી, પરંતુ વર્ષ 2023માં ઘટીને તે 96.35 ટકા થઇ છે. તે અરસામાં તમામ મુખ્ય લઘુમતી સમુદાયની વસતીમાં વીતેલા છ વર્ષમાં વધારો નોંધાયો છે.
વર્ષ 2017માં હિંદુ સમુદાયની સંખ્યા 35 લાખ હતી તે વધીને વર્ષ 2023માં 38 લાખ નોંધાઇ છે. પરંતુ કુલ વસતીમાં તેમની ભાગીદારી 1.73 ટકાથી ઘટીને 1.61 ટકા થઇ છે. અર્થાત અન્ય લઘુમતી સમુદાયની વસતી વધવાનો દર ઊંચો રહ્યો. દેશમાં ખ્રિસ્તીઓની વસતી પણ 26 લાખથી વધીને 33 લાખ થઇ છે. કુલ વસતીમાં તેમની ભાગીદારી પણ 1.27 ટકાથી વધીને 1.37 ટકા થઇ છે.
અહમદિયાની વસતી વસતી અને કુલ વસતીમાં તેમની ભાગીદારી એમ બંનેમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017માં તેમની વસતી 191,737 હતી જે વર્ષ વર્ષ 2017માં ઘટીને 1,62,684 થઇ છે. પાકિસ્તાનમાં શીખ સમુદાયની વસતી 15,998 તો પારસી સમુદાયની વસતી 2348 નોંધાઇ છે.


