- નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા
- નળકાંઠાના 39 ગામોની 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે
- આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે
નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના શુદ્ધિકરણના કુલ 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર પહોચીને કામગીરીની સમીક્ષા કરી હતી.
સાથોસાથ ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પણ લીધી હતી મહત્વનુ છે કે નર્મદા નહેર અને ફ્તેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-1 ની કામગીરીમાટે 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ છે.


