- આગ્રામાં રહેતા 29 વર્ષીય ભારતીય મૂળના નવવિવાહિત વ્યકિતની હત્યા
- મૃતકની પત્ની મેક્સિકોમાં રહેતી હતી
- ભારતીય યુવકના મોત બાદ હત્યારાની ઓળખ કરી લેવામાં આવી છે
જગત જમાદાર એવા અમેરિકામાં આવેલા ઈન્ડિયાનામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 29 વર્ષીય ભારતીય મૂળ નવવિવાહિત વ્યકિતની તેની જ પત્ની સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના એ સમયે સર્જાઈ જ્યારે મૃતક યુવક પત્નીની સાથે ઘરે જઈ રહ્યો હતો. તેની પત્ની મેક્સિકોની રહેવાસી છે. જો કે ભારતીય યુવકના મોતને લઈ ભારે ચકચાર મચી ગઈ છે.
ઇન્ડિયાના સ્ટેટ પોલીસ ઓફિસર અમાન્ડા હિબસ્ચમેને જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે 8 વાગ્યા પછી, દક્ષિણપૂર્વ ઇન્ડિયાનામાં એક રોડના વળાંક પર એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી. આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે તેઓને રસ્તાની વચ્ચે જમીન પર પડેલો એક માણસ મળ્યો, જે બંદૂકની ગોળીથી ઘાયલ થયો હતો. મૃતકની પત્નીએ ગોળી
મારનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે.
મૃતકની પત્ની વિવિયાના ઝામોરાએ ઈન્ડિયાના પોલીસને જણાવ્યું કે મેં મારા પતિને પકડી રાખ્યો, તે લોહીથી લથબથ થઈ ગયો. હું એમ્બ્યુલન્સ આવવાની રાહ જોઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે યુપીના આગ્રાની રહેવાસી દસૌર અને વિવિયાના ઝમોરાના લગ્ન 29 જૂનના રોજ થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે કાળા રંગની હોન્ડા કાર ચલાવી રહેલા આરોપી ડ્રાઈવર અને દસૌર વચ્ચે રસ્તા પર થયેલી લડાઈને કારણે ફાયરિંગ થયું હતું. પોલીસ અધિકારી હિબ્શમેને જણાવ્યું હતું કે શંકાસ્પદ શૂટરને ઘટનાસ્થળેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે મેરિયન કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ સાથે વધુ તપાસ અને પરામર્શ કર્યા પછી શંકાસ્પદને છોડી દેવામાં આવ્યો હતો. કારણ કે તપાસમાં જાણવા મળ્યું છે કે શૂટરે સંભવતઃ સ્વબચાવમાં હુમલો કર્યો હતો.
મૃતક દસૌરની પત્નીએ તેના પતિના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ગોળીબારની નિંદા કરી. તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તે એક મહેનતુ વ્યક્તિ છે, જે હંમેશા કોઈની મદદ કરવા માટે આગળ આવતો હતો અને મને અને તેના પરિવારને દરેક ખુશી આપવા માંગતો હતો. ઘટનાસ્થળે હાજર અન્ય એક ડ્રાઈવર દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં દસૌર તેની કારમાંથી ચારરસ્તા પર ઉતરતો જોવા મળે છે.


