- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- ગત રવિવારે જો બાઈડેને અચાનક ચૂંટણી રેસમાંથી હટવાનો નિર્ણય લીધો
- જો બાઈડેન અને કમલા હેરિસ હવે રાષ્ટ્રપતિ પદની રેસમાં
અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે જો બાઈડેને ગત રવિવારે અચાનક ચૂંટણી રેસમાંથી ખસી જવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો. જો કે હવે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બન્યાં છે. જ્યાં તેમની હરિફાઈ ડોનાલ્ડ ટ્રમ્પ સામે થવાનો છે. કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે આ હાઈ પ્રોફાઈલ મુકાબલા પછી અમેરિકાની સરવે એજન્સીઓએ ચૂંટણી પરિણામને લઈ રસપ્રદ આંકડા અને પરિણામ જાહેર કર્યું છે.
અત્યાર સુધી ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ચૂંટણી સરવેમાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા જ્યારે હવે કમલા હેરિસના હરિફ બન્યા બાદ સામાન્ય રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ ધકેલાઈ ગયા છે. જો આ રીતે પાછળ ધકેલાતા રહ્યા તો આ ટ્રમ્પની સમસ્યાઓમાં વધારો કરશે.
જો કે, ટ્રમ્પ સામે પેન્સિલવેનિયાની એક જંગી મેદનીમાં સંબોધન દરમિયાન તેઓ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. ત્યારે ટ્રમ્પ અને બાઈડેનની રેસમાં ટ્રમ્પ લગભગ રાષ્ટ્રપતિ બનવાની નજીક પહોંચી ગયા હતા. અને હવે કમલા હેરિસની સામે આવ્યા પછી આખી હરિફાઈ તદ્દન બદલાઈ ગઈ છે. હવે કમલા હેરિસ આગળ ધપતી જોવા મળી. મંગળવારે અમેરિકામાં જાહેર થયેલા એક નવા સરવેમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના કટ્ટર હરિફ ટ્રમ્પને હારતા બતાવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સરવે બાઈડેનની આ ચૂંટણી રેસમાંથી હટી ગયા પછી કરાવવામાં આવ્યો છે.
કોણ કેટલું આગળ
અમેરિકામાં એક ખાગની સરવેમાં પરિણામ પ્રમાણે હેરિસ ટ્રમ્પ સામે બે પોઈન્ટના વધારા સાથે આગળ હોવાનું દર્શાવ્યું છે. એટલે કે ટ્રમ્પ 44 ટકાથી ઘટાડી 42 પર આવી ગયા છે. બાઈડેન દ્વારા રવિવારે ચૂંટણી રેસથી હટવાની જાહેરાત કર્યા પછી બે દિવસ બાદ આ સરવે આયોજિત કરાયો હતો. જેમાં 59 વર્ષના હેરિસ અને 78 વર્ષીય ટ્રમ્પ 44 ટકાથી સાથે બરાબરી પર હતા. પરંચુ હવે હેરિસ આઘળ નીકળી ગયા છે.
બીજા સરવેમાં ટ્રમ્મ આગળ
સોમવારે હાથ ધરાયેલા એક ખાનગી સરવેમાં મતદારોમાંથી 45થી 46 ટકાની વચ્ચે ટ્રમ્પ હેરિસથી આગળ છે. જ્યારે નવ ટકા કોઈ નિર્ણય વગર રહ્યો હતો. જો ત્રીજા પક્ષની વાત કરીએ તો ટ્રમ્પ અને હેરિસ બરાબરી પર આવે.
બંને સરવે બાદ ટ્રમ્પ અને હેરિસ વિરુદ્ધ 1.6 ટકાના પોઈન્ટથી આગળ છે.


