- અમેરિકાના શખ્સે દરિયાની વચ્ચોવચ 438 દિવસ પસાર કર્યા
- મિત્ર સાથે માછીમારી કરવા ગયેલો વ્યકિત સવા વર્ષે ફરી જીવતો પાછો આવ્યો
- પક્ષીઓ, કાચબાનું લોહી પીને જીવતો રહ્યો, મિત્રનું પણ અવસાન થયું
અમેરિકાનો એક શખ્સ કુલ 438 જેટલા દિવસ દરિયાની વચ્ચે ફસાઈ રહ્યો. જે મિત્ર સાથે માછીમારી માટે ગયો હતો એનું નામ હતું જોસ સાલ્વાડોર અલ્વારેંગા એની વાતો પરથી કોઈને વિશ્વાસ ન આવે પરંતુ આ એકદમ સત્ય છે. એક પૂર્વ અમેરિકી રાજદૂત ટોમ આર્મબ્રસ્ટર જણાવે છે કે આ નાવિકની વાત પર લોકો શંકા કરતા હોય છે. આવી સ્થિતિમાં કદાચ કોઈપણ જીવિત ન રહી શકે. પરંતુ જોસ એક પ્રકારથી મોતને હરાવીને પાછો આવ્યો છે. જોસ ડિસેમ્બર-2021માં પોતાના મિત્ર એજેકિએલ સાથે મેક્સિકો ગયો હતો ત્યાં તેની સાથે બંને માછીમારી કરવા નીકળી પડયા હતા.
બીજા દિવસે જ બોટ ખરાબ થઈ
ટોમ આર્મબ્રસ્ટર અને જોસ જેવા માછીમારી કરવા દરિયામાં ગયા કે બીજા દિવસે તેઓની હોડી ખરાબ થઈ ગઈ. જેના લીધે તેઓ પ્રશાંત મહાસાગરમાં 438 જેટલા દિવસ સુધી ભટકતા રહ્યા હતા. ટોમ તે સમયે માર્શલ દ્વીપસમુહમાં અમેરિકી રાજદૂત રીતે તૈનાત હતા. ટોમ અનુસાર આ અત્યારસુધીની સૌથી મોટી ઘટના છે. જ્યાં કોઈ માનવ સંકટ દરમિયાન જીવતા બચ્યા હોય. બચાવ ટીમને જોસ સૂજેલી અને નિર્બળ હાલતમાં મળ્યા હતા. તેઓને બચાવ્યા પછી તરત તેને મળવા ગયા. એ લોકોની વચ્ચે અડધો કલાક વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે જોસે કેટલો સંઘર્ષણ કરી જીવતા રહ્યા છે. જીવ બચાવવા માટે જે રીત અપનાવી તેનાથી સૌને નવાઈ લાગી. જોસે જણાવ્યું કે કેટલાક સમય તેઓ કાચબા અને પક્ષીઓનું લોહી પીને જીવતા રહ્યા હતા.
મિત્રના મોત બાદ જોસ તણાવમાં આવ્યા
જોસના મિત્ર એજેકિએલ કોર્ડોબા થોડો સમય બાદ બીમાર પડયો હતો. પક્ષીઓનું લોહી તેના શરીરને અનુકૂળ ન આવ્યું. જોસે વિચાર્યું કે જો યોગ્ય સમયે બચાવ થયો તો પરિવારને મૃતદેહ સોંપી દેશે પરંતુ તેના શવને જોઈ ગાંડા જેવો થવા લાગ્યો હતો. આ સમયે જોસ ખૂબ તણાવગ્રસ્ત થયો મિત્રના મૃતદેહને જોઈ તે વાત કરતો. જોસને એવું લાગતું કે આ બરોબર નથી. જે બાદ તેના મૃતદેહને પાણીમાં ફેંકી દીધું. જોસે કહ્યું કે એક જહાજ આવતા તેને આશા બંધાઈ કે તેઓને બચાવી લેશે પરંતુ જહાજ તો પાસેથી નીકળીને જતું રહ્યું. જહાજ ટીમે વિચાર્યું હશે કે કોઈ માછીમાર છે. જેથી મદદ માટે આજીજી કરી છતાં ત્યાંથી જતા રહ્યા તેઓ પણ સામે હાથ હલાવીને નીકળી ગયા.
દરિયાની વચ્ચે રહેલા બંને મિત્રો પાસેથી જહાજ પસાર થયું પણ મદદ ન કરી
બંને મિત્રો દરિયામાં ઘણા મહિનાઓ રહ્યા હતા. એકવાર એક મોટું જહાજ તેઓની પાસેથી પસાર થયું એને બંનેએ હાથ લંબાવી મદદ માટે આજીજી પણ કરી છતાં જહાજે કોઈપણ નોંધ લીધા વગર ત્યાંથી પસાર થઈ ગયું હતું. આ ઘટના બાદ જોસને લાગ્યું કે હવે તે જીવી નહીં શકે. તેના 22 વર્ષીય મિત્રએ સમય જતા મોતને ભેટયો હતો. પરંતુ જોસને જીવતા રહેવું હતું. જો કે જોસ પર બાદમાં તેના મિત્રની હત્યા કરી હોવાનો આરોપ મૂકી તેના પરિવારે જોસ સામે આઠ કરોડ કરતાં વધુ રકમની માંગણી કરી છે. તેના મિત્રના પરિવારે એવો આરોપ લગાવ્યો કે જોસ તેના મિત્રને મારીને જીવતા રહેવા ખાઈ ગયો છે. જો કે જોસે જે કહ્યું તેના પ્રમાણે તેના મિત્રએ એક પક્ષી ખાધું હતું જેના પેટમાં એક ઝેરી સાપ હતો જે બાદ તે બીમાર પડી ગયો હતો અને દોસ્ત મૃત્યુને ભેટયો હતો. આમ છતાં મિત્રના શરીરને તેની પાસે રાખ્યું હતું અને શરીરને સડવા સુધી રાખ્યું અને પછીથી તેને ફેંક્યું હતું. જોસે નાવડી પર છાંયડો કરી પક્ષીઓ ફસાવીને તેના પગ બાંધી દેતો જેથી બીજો પક્ષીઓ ત્યાં આવે જેથી તે સરળતાથી શિકાર કરીને પોતે ખાઈ શકે.


