- મેક્સિકોમાં દારૂ બનાવતા કારખાનામાં ભીષણ આગની દુર્ઘટના
- ફેકટરીમાં કામ કરતા પાંચ મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત થયા
- સરકારે હજી સુધી વળતરની જાહેરાત નથી કરી
મેક્સિકોમાં એક દારૂના કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ વિસ્ફોટ થયો છે. જે બાદ આખા કારખાનામાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગમાં પાંચ મજૂરોનાં મોત થયા હતા. તેમજ બે લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે. જો કે એક મજૂરની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. કારખાનામાં વિસ્ફોટ એટલો ભયંકર હતો કે એનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. રાહત અને બચાવની ટીમે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્તોમાં બે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાજ્ય નાગરિક સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા મંચ પર જાણકારી આપી છે. જેમાં જણાવ્યું કે, પાંચ લોકોની મોત થયાની પૃષ્ટિ આપી છે અને બે લોકો ઈજાગ્રસ્ત છે જેમાં એકની સ્થિતિ ગંભીર દર્શાવી છે. તમામ મૃતક અને ઈજાગ્રસ્ત કારખાનામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો. ઈમરજન્સી સેવાએ કારખાના પાસે આવેલા સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો હતો. જો કે આસપાસ રહેતા લોકોને પોતાના ઘરમાં રહેવા પરત આવવાની મંજૂરી નહોતી અપાઈ. જો કે સકારની તપાસ એજન્સીઓ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
મોતને લઈ શોક
પાંચ શ્રમજીવીઓના મોત થઈ ગયા પછી પરિવારોમાં હાહાકાર મચી ગયો છે. હોસ્પિટલમાં એક અન્ય શ્રમિકની સ્થિતિ ગંભીર છે. સરકાર તરફથી વળતરની જાહેરાત કરવામાં હજી નથી આવી. પરિવારજનોને આશા છે કે સરકાર તરફથી તેઓની મદદ કરાશે.


