- રાષ્ટ્રપતિ ભવનથી તેઓ અમેરિકાને સંબોધિત કરશે
- જો બાઈડેન ચૂંટણી નહિ લડવાના નિર્ણય બાદ એકપણ વાર જાહેરમાં નથી દેખાયા
- અમેરિકામાં બાઈડેન ખસ્યા બાદ કમલા હેરિસ હવે ચૂંટણી રેસમાં સામેલ
જગત જમાદાર એવા અમેરિકાની હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજકાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જો બાઈડેને ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. પોતાના સ્થાને તેમને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસનું નામ રાષ્ટ્રપતિ રેસ માટે આગળ ધપાવ્યું હતું. ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત પછી જો બાઈડેન જાહેરમાં સામે આવ્યા નથી. એટલે સુધી કે તેઓએ ચૂંટણી ન લડવાની જાણકારી સોશિયલ મીડિયાથી આપી હતી. ત્યારથી તેઓની તબિયતને લઈ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડનને એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ સમગ્ર રીતે નાદુરસ્ત જણાઈ રહ્યા છે. ચૂંટણી નહિ લડવાની જાહેરાત બાદ પ્રથમવાર જોવા મળ્યા હતા. વિમાનથી તેઓ રાજધાની વોશિંગ્ટન માટે રવાના થઈ રહ્યા છે વાદળી રંગના સૂટ આંખો પર કાળા ચશ્મા લગાવેલા છે. રાષ્ટ્રપતિ કોઈપણ મદદ વગર વિમાન પર ચઢીને ડેલાવેયરથી વોશિંગ્ટન રવાના થયા છે. આ દરમિયાન તેઓ પહેલાથી ફિટ જણાઈ રહ્યા છે.
બાઈડેન રાષ્ટ્રને સંબોધિત કરશે
બાઈડેન 24 જુલાઈ, બુધવારે વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરશે. જેથી તેઓ રાષ્ટ્રપતિ પદના પ્રચારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણય વિશે જણાવી શકે અને પોતાના બાકી રહેલા કાર્યકાળનો કેવી રીતે ઉપયોગ કરશે તેની માહિતી પણ આપશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવાની માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ આજે રાત્રે 8 વાગ્યે (સ્થાનિક સમય) રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આ દરમિયાન તેઓ જણાવશે કે આગળ શું થશે અને અમેરિકાના લોકો માટે કેવી રીતે કામ પૂર્ણ કરશે. તે આ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરશે.
બાઈડેનના આરોગ્યને લઈ અફવાઓ ફેલાઈ
ગત કેટલાક સમયથી બાઈડેનના આરોગ્યને લઈ ઘણા પ્રકારની અફવાઓ સામે આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે ઘણા સમયથી તેઓ જાહેરમાં કોઈપણ કાર્યક્રમ કે સમારોહમાં નથી જોવા મળ્યા એ હકીકત છે. જેથી આવી અટકળો અને પ્રશ્નો લોકો ઉઠાવતા રહ્યા છે.
બાઈડેન કોરોનાગ્રસ્ત હતા
તાજેતરમાં 81 વર્ષીય રાષ્ટ્રપતિ બાઈડેન કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેઓ કોરોન્ટાઈન થયા હતા. સોશિયલ મીડિયા પર તેઓની તબિયતને લઈ ઘણીબધી ચર્ચાઓ ચાલતી રહી હતી. જો કે બાદમાં વ્હાઈટ હાઉસે દાવો કર્યો હતો કે બાઈડેન હવે કોરોનામાંથી બહાર આવી ગયા છે અને તેઓ તંદુરસ્ત થઈ ગયા છે.


