- પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર 17 પાયલોટને જ લેન્ડ કરવાની મંજૂરી છે
- ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 18 પ્લેન એક્સિડન્ટ થયા છે
- જીબ્રાલ્ટર ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે શહેરની વચ્ચેથી પસાર થાય છે
આપણે જાણીએ છીએ તેમ આજે નેપાળમાં મોટી પ્લેન દુર્ઘટના બની અને 18 લોકોએ તેમના જીવ ખોયા. આ સિવાય પણ નેપાળમાં અગાઉ અનેક આવી ઘટનાઓ બની છે. આ સમયે એ જાણવું જોઈએ કે દુનિયામાં કયા એરપોર્ટ છે જ્યાં ટેકઓફ અને લેન્ડિંગ સમયે મુસાફરોના જીવ તાળવે ચોંટે છે. આ સાથે એ પણ જાણો કે આ એરપોર્ટની વિશેષતાઓ શું છે. અહીંની મુસાફરી કરવું એ એક ચેલેન્જ સમાન છે.
પ્રિન્સેસ જુલિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ, સેન્ટ માર્ટન
સેન્ટ માર્ટન એક કેરેબિયન ટાપુ છે જ્યાં એરપોર્ટનો રનવે માત્ર 7,100 ફૂટ લાંબો છે. એક તરફ સમુદ્ર કિનારો છે અને બીજી બાજુ પર્વતો છે. અહીં ઘણા લોકો પ્લેન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે, વર્ષ 2017માં એક મહિલા એરપોર્ટની વાડ પર ઉભી હતી, ત્યારે પ્લેન તેના માથા પર અથડાતા મહિલાનું મોત થયું હતું.
પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભુતાન
હિમાલયની વચ્ચે આવેલું ભૂતાન દેશનું આ એકમાત્ર એરપોર્ટ છે, જે દરિયાની સપાટીથી 7,364 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં માત્ર 17 પાયલોટને જ લેન્ડ કરવાની મંજૂરી છે. પ્લેન અહીં દિવસ દરમિયાન જ લેન્ડ કે ટેકઓફ કરી શકે છે કારણ કે પાયલોટ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે પ્લેન કોઈપણ પહાડ સાથે અથડાઈ ન જાય.
ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાઠમંડુ
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાં થાય છે. વર્ષ 1949માં અહીંથી પહેલી ફ્લાઈટ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી અહીં લગભગ 18 પ્લેન એક્સિડન્ટ થયા છે, જેમાંથી ઘણા જીવલેણ સાબિત થયા છે.
મદીરા એરપોર્ટ
પોર્ટુગલના સાંતાક્રુઝમાં સ્થિત આ એરપોર્ટને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ કહેવામાં આવે છે. તેની હવાઈ પટ્ટી એકદમ નાની છે. જે સમુદ્ર અને પર્વતની ભેખડ વચ્ચે આવેલી છે. અહીં સુરક્ષિત ઉતરાણ કરવું કોઈ પડકારથી ઓછું નથી. ઉપરાંત, એટલાન્ટિક મહાસાગરમાંથી આવતા જોરદાર પવનો અશાંતિનું જોખમ વધારે છે.
જીબ્રાલ્ટર ઇન્ટરનેશનલ એરપોર્ટ
જીબ્રાલ્ટર ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના સૌથી અનોખા અને ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે. તેનો રનવે શહેરની વચ્ચેથી પસાર થાય છે. આ માટે થોડો સમય રસ્તો બ્લોક કરવો પડશે.


