- બિહારના સંજય કુમાર નામનો આરોપી હજારો ડોલરની નકલી દવા વેચતો હતો
- આરોપી 20 વર્ષ અમેરિકામાં સજા ભોગવીને વૃદ્ધ થઈને ભારત જશે
- બિઝનેસ વધારવા હેતુથી આરોપી ભારતથી અમેરિકા આવ્યો હતો
અમેરિકામાં બિહારના એક શખ્સને કૅન્સરની નકલી દવાનું વેચાણ કરવા અને તસ્કરી કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે. સંજય કુમાર સામે આરોપ છે કે તેને હજારો ડોલરની નકલી ફાર્માસ્યુટિકલ્સ અમેરિકામાં વેચી અને તસ્કરી કરી છે. કોર્ટમાં દાખલ કેસ પ્રમાણે સંજય અને તેના સાગરિતે નકલી દવાઓને અમેરિકામાં વેતી અને શિપ કરી હતી.
ઈમ્યૂનોથેરાપી છે જે અમેરિકામાં 19 પ્રકારના કૅન્સરની સારવાર માટે વપરાય છે. આને બનાવવા અને વિતરણનું કામ અમેરિકાની એક સંસ્થા જ કરે છે. અમેરિકામાં આ એક ખાનગી કંપની સિવાય કોઈની પાસે બનાવવાની અને વેચવાની મંજૂરી નથી. જેથી આરોપી સામે કેસ મજબૂત થઈ ગયો છે.
આરોપી સંજય કુમાર જેલના સળિયા પાછળ
બિહારના વતની એવા સંજય કુમાર નામનો શખ્સ 26 જૂને અમેરિકાના હ્યુસ્ટનમાં ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર, જે સમયે પોલીસે આ શખ્સને ઝડપ્યો ત્યાતે પોતાના બિઝનેસને વધારવાના હેતુથી ભારતથી અમેરિકા ગયો હતો. સંજય કુમાર સામે કાવતરા રચવા અને ચાર નક્લી દવાઓની તસ્કરી કરવાનો આરોપ લાગ્યો છે. જો તે દોષિત સાબિત થઈ જશે તો તેને દરેક ગુના માટે 20 વર્ષની સજા થઈ શકે છે. જો 43 વર્ષના સંજય પર આરોપ સિદ્ધ થશે તો તે ભારત 20 વર્ષ બાદ વૃદ્ધ થઈને પરત ફરશે. આ સમગ્ર મામલામાં ભારતના વિદેશ વિભાગથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ભારતમાં નકલી દવાનો ગોરખધંધો ફુલ્યો ફાલ્યો
ભારતમાં પણ આવા ઘણા કેસ સામે આવ્યા છે. ગત મહિને ઈડી અને ક્રાઈમ બ્રાંચે કૅન્સરની નકલી દવાઓને લઈ દિલ્હી એનસીઆરમાં ઘણા સ્થળો પર દરોડા પાડયા હતા. જેમાં આશરે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આ દરોડામાં ઝડપાયેલા આરોપી દિલ્હીની જુદીજુદી હોસ્પિટલમાં કૅન્સર વિભાગમાં કામ કરતા હતા અને દર્દીઓને નકલી દવાઓ વેચતા હતા.


