- અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- કમલા હેરિસે ઉમેદવારી નોંધાવતા હવે રેસમાં ટ્રમ્પ અને હેરિસ
- સરવેમાં ટ્રમ્પ કરતાં કમલા હેરિસ એક ટકા આગળ હોવાનો દાવો
અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન જ રેસમાં હતા. પરંતુ અચાનક રીતે બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા અને બાદમાં કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભલામણ કરવામાં આવી જેથી આ ચૂંટણી વધી હાઈ પ્રોફાઈલ અને ચર્ચાસ્પદ બની.
આટલું ઓછું હોય તેમ હવે કમલા હેરિસ અને ટ્રમ્પ ચૂંટણીમાં ટકરાશે. જેથી ટ્રમ્પે કમલા હેરિસને ટાર્ગેટ પર લીધા હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના દાવેદારની રેસમાં સામેલ કમલાને લઈ જણાવ્યું કે જો તે ચૂંટણી જીતી ગઈ તો અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ ઉદારવાદી રાષ્ટ્રપતિ સાબિત થશે. ટ્રમ્પના આ હુમલાથી કમલા હેરિસ ભયભીત જણાયા હતા. જો કે તેઓની તરફથી કોઈ આ અંગેનો જવાબ નથી આવ્યો.
કમલા હેરિસ સામે વાક્ પ્રહારો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતી જશે તે તે અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ અને ઉદારવાદી રાષ્ટ્રપતિ પુરવાર થશે. ટ્રમ્પે કહ્યું કે, સેનેટ સભ્યના રૂપમાં હેરિસ આખા સેનેટમાં સૌથી ઘોર જમણેરી ડેમોક્રેટ નેતાઓમાં પ્રથમ નંબર હતા. ટ્રમ્પે કમલા હેરિસ સામે નિશાન સાધતા કહ્યું કે અમારું કામ સમાજવાદને હરાવવું, માર્કસવાદ, સામ્યવાદને હરાવવું છે. ગુનાખોરી, માનવ તસ્કરો, મહિલા તસ્કરોને હરાવવાનું છે. આનો અર્થ છે કે કમલા હેરિસે ભારે બહુમતથી હરાવવાની છે. અમે આ અંગે નવેમ્બરમાં મોટી જીત મેળવવા માગીએ છીએ.


